હાર્દિકની કથિત સેક્સ સીડી બહાર લાવનાર અંગે થયા આ ખુલાસા

Written By:
Subscribe to Oneindia News

પાટીદાર નેતા હાર્દિક પટેલનો 5 જેટલા કથિત વીડિયો બહાર આવ્યા છે. એક વીડિયોમાં તે એક યુવતી જોડે દેખાય છે અને અને વીડિયોમાં એક મહિલા અને બે પાસ નેતાઓ સાથે દારૂની મહેફિલ માણી રહ્યો હોય તેવું કથિત વીડિયોમાં દેખાય છે. જો કે હાર્દિક આ તમામ વીડિયો ખોટા હોવાની વાત કરી છે. પણ હાર્દિકે આ સીડી બહાર પાડનાર જે વ્યક્તિનું નામ સામે રાખ્યું છે તેના અંગે હાલમાં કેટલાક મોટા ખુલાસા થયા છે. હાર્દિકે જે પાટીદાર વ્યક્તિનું નામ આ વીડિયો કાંડમાં નીકાળ્યું છે તેનું નામ અશ્વિન સાંકડશેરિયા છે. પાસ દ્વારા અશ્વિનની કેટલીક તસવીરો વાયરલ કરવામાં આવી છે. જેમાં તેને ભાજપના નેતા સાથે સંબંધ હોવાની વાત ઉચ્ચારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ વીડિયો વાયરલ થયા પછી અશ્વિને દાવો કર્યો હતો કે હાર્દિક ચાર દિવસમાં સાબિત કરી આપે કે આ વીડિયો ખોટા છે. વધુમાં તેણે એમ પણ કહ્યું હતું કે તેની પાસે હજી પણ હાર્દિક અને અન્ય કેટલાક પાસ નેતાઓના આવા વીડિયો છે. તો સામે પક્ષે હાર્દિકે પણ 18મી તારીખે માણસાની જાહેરસભામાં આ અંગે ખુલાસો કરવાનું જણાવ્યું છે.

Patidar

અશ્વિન સાંકડશેરિયા વિષે જેટલી શરૂઆતી માહિતી મળી છે તે મુજબ તે મૂળ રાજકોટ છે અને દિલ્હીમાં રહી સોનીના વેપાર સાથે સંકળાયેલો છે. અશ્વિનને ભાજપના નેતા મનસુખ માંડવીયા સાથે પણ ઘરના સંબંધો હોવાની વાત બહાર પડી હતી. પણ આ મામલે અશ્વિને જણાવ્યું હતું કે આ તમામ વાત પાસ અનામત આંદોલન પહેલાની છે. જ્યારે મોટા ભાગના પાસ નેતાઓ ભાજપ જોડે જોડાયેલા હતા. અને અનામત આંદોલન શરૂ થયા પછી તેનો કોઇ ભાજપી નેતા સાથે સંબંધ નથી. બીજી તરફ કેન્દ્રીય રાજકીય મંત્રી મનસુખ માંડવીયાએ પણ વાયરલ તસવીરો વિષે જણાવ્યું છે કે તેમનો આ સાથે કોઇ સંબંધ નથી. અને આ સમગ્ર વીડિયો પ્રકરણમાં ભાજપનો કોઇ હાથ નથી. જો કે સાથે જ અશ્વિને જણાવ્યું કે હાર્દિક પટેલ દ્વારા પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરવામાં આવતો હોવાથી તેણે હાર્દિકના આ વીડિયોને સમાજ સમક્ષ મૂક્યા છે.

English summary
Who leaked hardik Patel Sex video, Read here the man behind it.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.