કોંગ્રેસના સબળ વિપક્ષ નેતા બની શકે આ વ્યક્તિ

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી ભાજપને બહુમતી મળી ત્યાં જ કોંગ્રેસને પણ સબળ વિપક્ષ બનવાનો મોકો મળ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 77 બેઠકો મળી છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસના ચાર મહત્વના અને વરિષ્ઠ નેતાઓને હારનો સ્વાદ ચાખવા મળ્યો છે. કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ, અર્જૂન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ અને તુષાર ચૌધરી આ ચૂંટણી હારી ચૂક્યા છે. ત્યારે વિપક્ષ નેતા તરીકે પરેશ ધાનાણીનું નામ બહાર આવ્યું છે.

Paresh Danani

નોંધનીય છે કે અમરેલીના પરેશ ધાનાણીને આ પહેલા હાર્દિક પટેલ જો કોંગ્રેસ જીતે તો કોંગ્રેસના મુખ્યમંત્રી પદના દાવેદાર નેતા પણ ગણાવ્યા હતા. ત્યારે આ સિવાય મોહનસિંહ રાઠવા અને કુંવરજીભાઇ બાવળીયા પણ આ રેસમાં આગળ છે તેમ માનવામાં આવે છે. સાથે જ યુવા નેતા અલ્પેશ ઠાકોર, ખેડબ્રહ્માના અશ્વિન કોટવાલ અને વિક્રમ માડમના નામની પણ ચર્ચા ચાલી રહી છે. પણ આ રેસમાં સૌથી આગળ પરેશ ધાનાણી જ માનવામાં આવે છે.

English summary
Who will be Congress opposition leader after Gujarat election. Read here more on it.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.