For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નારાયણના ગુનાહો પરથી પડદો ઉઠાવી રહી છે સાંઇની પત્ની

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

સૂરત, 19 નવેમ્બર: કહેવાય છે કે ખરાબ સમય ચાલતો હોય ત્યારે પોતાના પણ સાથે છોડી દે છે અને હાલમાં કંઇક આસારામ અને નારાયણ સાંઇની સાથે થઇ રહ્યું છે. સૂરતની બે સગી બહેનો સાથે રેપ કેસના મુદ્દે ફસાયેલા અને ભાગેડૂ જાહેર કરવામાં આવેલા નારાયણ સાંઇની જાણકારી આપનારને પાંચ લાખ રૂપિયાનું ઇનામ મળશે એમ સૂરત પોલીસે એલાન કર્યું છે. હવે નારાયણ સાંઇના સંબંધી ધીરે-ધીરે પોલીસના શકંજામાં પહોંચીને તેમની વિરૂદ્ધ સાક્ષી આપી રહ્યાં છે.

આ કેસમાં નારાયણ પોલીસની પત્ની પણ પાછળ રહી નથી. સૂરત પોલીસના સમન્સ બાદ નારાયણ સાંઇની પત્ની જાનકી સોમવારે ઇન્દોરથી સૂરત પહોંચી અને સૂરત પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોધાવ્યું.

narayan-sai.

નારાયણ સાંઇની પત્નીનું નિવેદન નોંધાવ્યા બાદ જ નારાયણ સાંઇના ચરિત્ર પર અને તેમના વ્યક્તિગત ધંધા વિશે ઘણા ખુલાસા થવાની સંભાવના વધી ગઇ છે, જો કે નારાયણ સાંઇ અને તેમની પત્ની વચ્ચે છુટાછેડાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. એવામાં એ પણ જોવાનું રહશે કે તેમના નિવેદનથી કેટલી સાચી મળશે. જો કે સૂરત પોલીસે સ્પષ્ટ કરી દિધું છે કે નારાયણ સાંઇના ભાગવામાં તેમની પત્નીનું કોઇ કનેક્શન હોય ન શકે. પરંતુ તેમની સાથે દાખલ કરવામાં આવેલા કેસને લઇને પૂછપરછ કરી શકાય છે.

કહેવામાં આવે છે કે પોલીસ નારાયણ સાંઇની પત્ની જાનકીને કેસમાં સાક્ષી બનાવશે. બીજી તરફ પૂછપરછ બાદ જાનકીએ નારાયણ સાંઇ વિરૂદ્ધ કંઇપણ બોલવાની મનાઇ કરી દિધી છે, પરંતુ તેના વકીલે કહ્યું છે કે સૂરત પોલીસના સમન્સના આધારે પૂછપરછ માટે જાનકીને બોલાવવામાં આવી હતી. આનાથી નારાયણ સાંઇની પ્રોપટીની જાણકારી તો નહી પરંતુ નારાયણ સાંઇના ગુનાઓની જાણકારી જરૂર આપી છે.

English summary
The wife of absconding rape accused Narayan Sai was questioned by the police here on Monday. Janki had been served a notice under Code of Criminal Procedure section 160, police said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X