વડનગરમાં બનશે દુનિયાનું સૌથી મોટું હેરિટેજ મ્યુઝિયમ
વનડગરઃ ગતરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 70મો જન્મદિવસ હતો. તેઓ 71માં વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યા છે. એવામાં ગુજરાતમાં આવેલા તેમના ગામને મોદીના જન્મદિવસની સૌથી મોટી ભેટ મળી છે. સરકારે તેમના ગામ વડનગરમાં એથેંસ બાદનું દુનિયાનું સૌથી મોટું હેરિટેજ મ્યુઝિયમ બનાવવાનો ફેલો લીધો છે. આ મ્યુઝિયમ જમીનથી સાત માળ નીચે હશે.
ઉદયપુરની જેમ લેકસિટી બનશે વડનગર?
એટલું જ નહિ, વડનગરને રાજસ્થાનના ઉદયપુરની જેમ ગુજરાતની પહેલી લેક સિટી પણ બનાવવામાં આવશે. મોદી 70 વર્ષને પાર કરી ચૂક્યા છે. હાલમાં એલાન થયું છે કે વડનગરના 70થી વધુ તળાવોને ડેવલપ કરી વિસ્તારને લેકસિટીનું રૂપ આપવામાં આવશે. અધિકારીઓનું કહેવું છે કે, તાના-રીરી સંગીત એકેડમી- યૂનિવર્સિટી બાદ યોગ સ્કૂલ અને વિશ્વ સ્તરની સુવિધાઓથી સજ્જ સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું નિર્માણ પણ કરવામાં આવશે.

2021થી મ્યૂઝિયમનું કામ શરૂ થશે
આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયા મુજબ વડનગરમાં કેટલીય ઐતિહાસિક વિરાસતો છે. જે દુનિયાનું બીજું સૌથી મોટું મ્યુઝિયમ બનશે. આ નગરની બીજી ઓળખ એટલે કે 16મી સદીની નૃત્યાંગનાઓ તાના-રીરી સંગીત એકેડમી હશે. કહેવાઈ રહ્યું છે કે, કેટલાય નિષ્ણાંતોની દેખરેખમાં હેરિટેજ મ્યૂઝિયમનું કામ આગામી વર્ષે એટલે કે 2021થી શરૂ થઈ જશે. આ હેરિટેજ મ્યૂઝિયમ ગ્રીસમાં એથેંસના સુપ્રસિદ્ધ એક્રોપોલિસ 'બિનીથ ધી સર્ફેસ' એટલે કે જમીનની અંદરની થીમ પર બનશે. સીધી રીતે કહીએ તો આ મ્યુઝિયમ અંડરગ્રાઉન્ડ હશે.
IPL 2020: ચેન્નઈ અને મુંબઈ ટીમના ખેલાડીની કેટલું કમાય છે, જાણો