For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાઇબ્રન્ટ ગુજરાતઃ આકર્ષણનું કેન્દ્ર રહ્યું આ સોલાર પ્લેન

By Rakesh
|
Google Oneindia Gujarati News

આપણે સોલાર પાવર એટલે કે સૂર્ય ઉર્જાથી ચાલતી કાર, બાઇક કે પછી ઘર વપરાશની કેટલીક વસ્તુઓ વિશે સાંભળ્યું છે કે પછી ક્યાંક વાચ્યું છે, પરંતુ સોલાર પાવરથી ચાલતા પ્લેન અંગે કદાચ જ વાચવામાં આવ્યું હોય કે પછી એવું પ્લેન જોવા મળ્યું હોય પરંતુ ગુજરાતમાં પ્લાન્ટ ધરાવતી સોલવે નામની કંપનીએ આ કરી બતાવ્યું છે, આ કંપનીએ કેટલીક વિદેશી કંપનીઓના સહયોગથી એરોપ્લેન બનાવ્યું છે, જેની એક નાની કૃતિ ગાંધીનગર સ્થિત માનવ મંદીરમાં આયોજીત 6ઠ્ઠા વાઇબ્રન્ટ સમીટમાં પ્રદર્શની અર્થે રજુ કરવામાં આવી છે. લોક પ્રદર્શન અર્થે રાખવામાં આવેલા આ સોલાર પ્લેને ખાસ્સુ આકર્ષણ જગાવ્યું છે.

વિદેશી કંપનીઓના સહયોગ અને સહકારથી નિર્માણ પામી રહેલા આ પ્લેનનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું છે, અને ટૂંક સમયમાં આ એરોપ્લેન ડોમેસ્ટિક લેવલે વિચરતુ પણ આપણને જોવા મળશે. વડોદરા ખાતેના આરએન્ડી સેન્ટરમાં આ પ્લેન બનાવવા માટેનું ઉંડાણપૂર્વકનું સંશોધન કરવામાં આવી રહ્યું છે અને ભરૂચ નજીક પાનેલી ખાતે તેમાં ઉપયોગકર્તા પોલીમર સ્પેરપાર્ટ્સ બનાવવામાં આવ્યા છે.

સોલવે દ્વારા બનાવવામાં આવેલું સોલાર ઇમપલ્સ નામનું આ પ્લેન વિશ્વનું એકમાત્ર સોલાર પ્લેન છે જે દિવસ અને રાત્રી દરમિયાન ઉડવા માટે સક્ષમ છે. બે વિદેશીઓ દ્વારા સોલાર પાવર થકી ચાલતા એક પ્લેનને બનાવવાની યોજના ઘડી હતી અને એ બન્ને દ્વારા જ તેને ઉડાડીને તેનું સફળ પરીક્ષણ પણ કર્યું હતું. સોલવે ઉપરાંત ઓમેગા ઉપરાંત ડચેઝ બેન્ક તેના મુખ્ય પાર્ટનર છે.

કંઇક આ રીતે નિર્માણ પામી આ આખી યોજના

આ પ્લેન બનાવવાનો વિચાર 2003ના અંતમાં આવ્યો હતો. ઇપીએફએલ દ્વારા તેના પર સઘન અભ્યાસ કરવામાં આવ્યો હતો અને પછી તેના નિર્માણ અંગેના વિચારને યોજનામાં પરિવર્તિત કરવામાં આવ્યો હતો, ત્યાર બદાદ 2005થી 2008 દરમિયાન આ પ્લેનની ડિઝાઇન કન્સેપ્ટ અને કન્સટ્રક્શન અંગેની યોજના બનાવવામાં આવી હતી. 2009માં HB-SIA પ્રોટોટાઇપનું પ્રેઝેન્ટેશન રાખવામાં આવ્યું હતું. પહેલી 26 કલાકની ફ્લાઇટ(નાઇટ ફ્લાઇટ) જુલાઇ 07-08 2010ના રોજ ઉડાવવામાં આવી હતી. આ એક ટેસ્ટ ફ્લાઇટ હતી.

પ્લેનની કેટલીક જાણકારી

પ્લેનના પાંખોનો ફેલાવો - 63.40 m
લેન્થ- 21.85 m
હાઇટ- 6.40 m
એન્જીન- 4 x 10 HP
એવરેજ સ્પીડ - 70 km/h
ટેક ઓફ સ્પીડ- 35 km/h
વજન- 1.600 kg
સોલાર સેલ્સ - 11.628

વિશ્વનું એકમાત્ર સોલાર પ્લેન
વિશ્વનું એકમાત્ર સોલાર પ્લેન
વિશ્વનું એકમાત્ર સોલાર પ્લેન
વિશ્વનું એકમાત્ર સોલાર પ્લેન
વિશ્વનું એકમાત્ર સોલાર પ્લેન
વિશ્વનું એકમાત્ર સોલાર પ્લેન
વિશ્વનું એકમાત્ર સોલાર પ્લેન
વિશ્વનું એકમાત્ર સોલાર પ્લેન
વિશ્વનું એકમાત્ર સોલાર પ્લેન
વિશ્વનું એકમાત્ર સોલાર પ્લેન

English summary
6th vibrant gujarat global invester summit 2013 started., during this summit worlds first solar plane showing in vibrant gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X