દમણમાં પોલીસ પર હુમલો કરનારા યુવાનો ઝડપાયા
દમણમાં પોલીસ પર દારૂ પીને હુમલો કરનાર નબીરા ઝડપાઇ ગયા છે. જાણો આ સમાચાર અંગે વધુ વિગતવાર અહીં
વાપી પોલીસે સેલવાસ પાસેથી દારૂ પીધેલી હાલતમાં ધનપતિઓના નબીરાઓને ઝડપી લેતા આ ઘટના વાપી તથા સેલવાસમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી.નબીરાઓ દમણથી દારૂ પીને આવી રહ્યા હતા. અને પોલીસની તપાસ દરમિયાન આ ત્રણ નબીરાઓએ પોલીસ પર હુમલો કર્યો હતો અને નાસી છૂટ્યા હતા. આ નબીરાઓ સાથે એક યુવતી પણ હતી. દમણથી આવી રહેલા ધનપતિઓના આ પુત્રો તથા યુવતી કારમાં આવી રહ્યા હતા. તે દરમિયાન પોલીસનો ચેકિંગ પોઇન્ટ પણ વચ્ચે હતો.

પોલીસન નિયમ પ્રમાણે કારની તપાસ કરી હતી. જોકે ચારેયના મોંમાંથી દારૂની વાસ આવતી હોવાથી પોલીસે તેમને કારની બહાર આવવા કહ્યું હતું. વધુુમાં આ નબીરાઓની કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી ત્યારે આ નબીરાઓ પોલીસ પર હુમલો કરી કારમાં નાસી છૂટ્યા હતા. ત્યાર બાદ પોલીસે કાર નંબર તેમજ સીસીટીવીને આધારે આ નબીરાઓને ઝડપી લીધા હતાઅને કોર્ટ સામે રજૂ કર્યા હતા. કોર્ટે આ છકેલા નબીરાઓને નવસારી જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.












Click it and Unblock the Notifications
