For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોધગયા બ્લાસ્ટમાં 10 બોમ્બ બ્લાસ્ટ થયા હતા: ડીજીપી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

abhayanand
પટણા, 8 જૂલાઇ: બિહારના ગયા જિલ્લાના બોધગયા સ્થિત મહાબોધિ મંદિર પરિસર અને તેની પાસે ગઇકાલે કુલ 10 શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. ગૃહ સચિવ આમિર સુબહાનિના સાથે સંયુક્ત સંવાદદાતા સંમેલનમાં પોલીસ કમિશ્નર અભાયાનંદે જણાવ્યું હતું કે મહાબોધિ મંદિર પરિસર અને તેની નજીક ગઇકાલે કુલ 10 શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ થયા હતા, જેમાંથી એક બોમ્બ વિશે આજે ખબર પડી હતી.

તેમને જણાવ્યું હતું કે દસમો બ્લાસ્ટ મહાબોધિ મંદિરથી લગભગ દોઢ કિલોમીટરના અંતરે સ્થિત બૈજૂ બિગહા ગામમાં રસ્તાના કિનારે હાજર એક વિદ્યુત ટ્રાંસફર્મરે નીચે થયો હતો.

બૈજૂ બિગહા ગામમાંથી ગઇકાલે એક બોમ્બ મળી આવ્યો હતો અને તે સ્થળે નિરક્ષણ કરતી વખતે ત્યાંથી દસમા બોમ્બ વિશે ખબર પડી હતી. ઘટનાસ્થળ પર વિસ્ફોટ બાદ બોમ્બના ટુકડા મળી આવ્યા હતા.

મહાબોધિ મંદિર પરિસર અને તેની પાસે થયેલા નવા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ વિશે જાણ થઇ હતી. તેમાં ચાર મંદિર પરિસરમાં, એક બોમ્બ બ્લાસ્ટ મંદિર પરિસરથી થોડા અંતરે આવેલા ભગવાન બુદ્ધની 80 ફૂટની પ્રતિમા પાસે અને બીજો બોમ્બ કરમાપાના નિવાસસ્થાન પાસે થયો હતો. આ બ્લાસ્ટમાં બે બૌદ્ધ ભિક્ષુક ઇજાગ્રસ્ત થયા હતા.

બૈજૂ બિગહા ગામ સ્થિત રોયલ રેસિડેન્સી હોટલ પાસેથી મળી આવેલો એક બોમ્બ, ભગવાન બુદ્ધની 80 ફૂટની પ્રતિમા પાસે મળી આવેલો એક બોમ્બ તથા સ્કુલ પાસેથી મેદાનમાંથી મળી આવેલો એક બોમ્બને કાલે જ નિષ્ક્રિય કરી દેવામાં આવ્યો હતો.

અભયાનંદે જણાવ્યું હતું કે ગયા જિલ્લાના બારાચટ્ટી પોલીસ સ્ટેશના વિનોદ મિસ્ત્રી નામના એક વ્યક્તિનું ઓળખ પત્ર મંદિર પરિસરમાં વિસ્ફોટ સ્થળેથી મળી આવ્યું હતું અને તેની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે.

English summary
DGP Abhayanand on Monday said that there were not 9 but 10 explosions that took place in the Mahabodhi temple complex in Bodh Gaya.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X