કાનપુરના ઘરમાંથી મળ્યા 20 કરોડ રૂપિયાની કિંમતની જૂની નોટો

Written By:
Subscribe to Oneindia News

નોટબંધીને એક વર્ષ પૂર્ણ થઇ ગયું છે. તેમ છતાં રદ્દ કરાયેલી જૂની 500 અને 1000 રૂપિયાની નોટો મળવાનો ઘટનાક્રમ બંધ થવાનું નામ નથી લેતો. કાનપુરમાં આયકર વિભાગે દરોડો પાડીને 500 અને 1000 રૂપિયાની જૂની નોટનો 20 કરોડ રૂપિયાનો જથ્થો પકડી પાડ્યો છે. આ મામલે બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. જેમને આ અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. દરોડા અંગે કાનપુરના એસએસપી એકે મીણાએ જણાવ્યું કે કાનપુરમાં એક વ્યક્તિ પાસે કરોડો રૂપિયાની બંધ થયેલી નોટો હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. અને 20 કરોડ જેટલી જૂની નોટો મેળવવામાં આવી હતી.

India

આ રેડ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને આયકર વિભાગના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી હતી. જો કે હજી પણ નોટોની ગણતરી ચાલી રહી છે. એટલે સ્પષ્ટ આંકડો નથી મળ્યો. સાથે જ આ મામલે તપાસ પણ ચાલી રહી છે. ત્યારે જૂની નોટોનો મોટો જથ્થો કાનપુરમાંથી મળી હોય છે. ઉલ્લેખનીય છે કે આ જૂની નોટો એક વર્ષ પહેલા જ રદ્દ કરવામાં આવી હતી. ત્યારે આટલા મોટા પ્રમાણમાં નોટોનો જથ્થા પાછળ કોનો હાથ છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. એક પલંગના આકારમાં આ નોટોની થપ્પીને ગોઠવવામાં આવી છે. ત્યારે જુઓ આ 20 કરોડ જેટલી જૂની નોટોની થપ્પીનો વીડિયો....

English summary
100 crore rupees demonetized notes seized in Kanpur Uttar Pradesh in IT raid. SSP says eaid and counting underway.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.