For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સબરીમાલાઃ ભારે વિરોધ વચ્ચે દર્શન કર્યા વિના પરત ફરી 11 મહિલા

સબરીમાલાઃ ભારે વિરોધ વચ્ચે દર્શન કર્યા વિના પરત ફરી 11 મહિલા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેરળના સબરીમાલા મંદિરમાં દર્શન કરવા માટે બેસ કેમ્પ પહોંચેલી 11 મહિલાઓ ભારે વિરોધની વચ્ચે સફળતાપૂર્વક દર્શન ન કરી શકી. ચેન્નઈથી આવેલી આ તમામ મહિલાઓથી સબરીમાલા મંદિરનાં દર્શન કરવા માટે અહીં રવિવારે રાત્રે 3.30 વાગ્યે પહોંચી હતી. પરંતુ પાંબા બેસ પર જ મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ એકઠા થઈ ગયા અને ભાજપન કિર્તન કરવા લાગ્યા તથા રસ્તા પર ઉંઘવા લાગ્યા હોવાથી અહીં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ઉપરાંત આજે ફરીવાર બે મહિલાઓ મંદિરના દર્શન કરવા માટે પહોંચી હતી પરંતુ તેમને પણ દર્શન કરવા દેવામાં આવ્યાં નહોતાં. પ્રદર્શનકારીઓએ આ મહિલાઓને અપાચિમેડુમાં જ રોકી લીધી હતી, જે સબરીમાલા મંદિરથી લગભગ 2 કિમી દૂર છે.

sabrimala

રવિવારે જે 11 મહિલાઓ ચેન્નઈથી કેરળ સબરીમાલા મંદિરના દર્શન કરવા માટે પહોંચી હતી તેઓ મનિથિ સંસ્થાની કાર્યકર્તા છે, જે મહિલાઓ અને બાળકોની ભલાઈ માટે કામ કરે છે. આ 11 મહિલાઓમાં 7 મહિલાઓ શ્રદ્ધાળુ હતી જ્યારે 3 કાર્યકર્તા હતી. મનિથિ સંસ્થાની સેલ્વી માનોએ જણાવ્યું કે અમે કેરળના મુખ્યમંત્રીને આ વિષય અનુસંધાને પત્ર લખ્યો અને પોલીસ સુરક્ષાની માગણી કરી છે, અમને જવાબ આપવામાં આવ્યો કે તેઓ આ પ્રાર્થના પત્રને સંબંધિત અધિકારી સુધી પહોંચાડશે.

પ્રદર્શનકારીઓના હંગામાને જોતા રવિવારે સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી હતી, પરંતુ આમ છતાં પ્રદર્શનકારીઓ અહીંથી જાવા માટે તૈયાર નહોતા. વારંવાર પોલીસની અપીલ બાદ પણ જ્યારે પ્રદર્શનકારીઓની વિરુદ્ધ મામલો નોંધી લીધો છે.

આ પણ વાંચો- પીએમ મોદી આજે ઓડિશા પ્રવાસે, IIT કેમ્પસ સહિત 15000 કરોડની આપશે ભેટ

English summary
11 women who tried to visit Sabrimala Temple failed two more women reaches today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X