For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કુરિયન વિરુદ્ધ FB પર ટિપ્પણી 111 સામે કેસ દાખલ

By Super
|
Google Oneindia Gujarati News

PJ-Kurien
તિરુવંનતાપુરમ, 25 ફેબ્રુઆરીઃ સુર્યનેલ્લી સામુહિક બળાત્કાર કેસમાં આરોપો વચ્ચે ઘેરાયેલા રાજ્યસભાના ઉપસભાપતિ પી જે કુરિયન વિરુદ્ધ ફેસબુક પર વિવાદિત ટિપ્પણી કરનારા 111 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

કેરળની મહિલા કોંગ્રેસી નેતા બિંદુ કૃષ્ણાએ કેરળ પોલીસના સાઇબર સેલમાં કુરિયન વિરુદ્ધ અમર્યાદિત ટિપ્પણી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવ છે. જેના આધાર પર પોલીસ દ્વારા 111 લોકો સામે આ મામલે કેસ દાખલ કર્યો છે.

બીજી તરફ કુરિયન પર કરવામાં આવેલી ટિપ્પણી અંગે પોલીસ દ્વારા તિરુવંનતાપુરમ અને આસપાસના વિસ્તારમાં 120 લોકોની પૂછપરછ કરવામાં આવી હોવાના અહેવાલ પણ મળી રહ્યાં છે.

બે દિવસ પહેલા બળાત્કાર પીડિતાએ પોલીસમાં ફરિયાદ કરીને કુરિયનને પણ આરોપી બનાવવામાં આવે તેવી માંગ કરી હતી. ચિંગાવનમ પોલીસ મથકે કરવામા આવેલી આ ફરિયાદમાં જનામત પર છોડવામાં આવેલા ફરાર આરોપી ધર્મરાજન, કર્ણાટકમાંથી તાજેતરમાં પકડવામાં આવેલી એક વ્યક્તિ અને અન્ય બે વ્યક્તિ ઉન્નીકૃષ્ણન અને જમાલને પણ આરોપી બનાવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી.

પીડિત યુવતી અનુસાર ધર્મરાજને એક ટીવી ચેનલમાં કહ્યું હતું કે 19 ફેબ્રુઆરી 1996એ તે કુરિયન સાથે રેસ્ટ હાઉસ જતી વખતે એ કારમાં હાજર હતા, જ્યાં યુવતીનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. પીડિત યુવતી અનુસાર સહાયક સબ ઇન્સપેક્ટરે ફરિયાદ લઇ તો લીધી હતી, પરંતુ એવું કહીંને કેસ દાખલ કરવાનો ઇન્કાર કર્યો હતો કે અત્યારે સબ ઇન્સપેક્ટર નથી.

English summary
A case was reportedly filed against 111 people on Monday for defamatory remarks against Rajya Sabha Deputy Chairman PJ Kurien on Facebook over the Suryanelli gangrape case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X