For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારની મોટી સફળતાઃ દેશમાં સ્ટાર્ટઅપ અને રોજગારની તકમાં થયો વધારો

દેશમાં સ્ટાર્ટઅપ અને રોજગારની તકમાં થયો વધારો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભા 2014ની ચૂંટણીમાં દેશમાંથી બેરોજગારી સમાપ્ત કરવાના વાયદા સાથે મોદી સરકાર સત્તા પર આવી, ત્યારથી અત્યાર સુધીમાં દેશભરના યુવાનો પોતાના પગ પર ઉભા થઈ શકે અને બીજે નોકરી કરવાને બદલે દેશના યુવાનો જ અન્યોને નોકરી આપી શકે તેટલા કાબેલ થઈ જાય તેવા ઉદ્દેશ્ય સાથે મોદી સરકારે એક મહત્વની પહેલ શરૂ કરી હતી. જી હા, મોદી સરકારે શરૂ કરેલ સ્ટાર્ટ અપ ઈન્ડિયા અભિયાન કારગાર પહેલ સાબિત થયું. જણાવી દઈએ કે સ્ટાર્ટઅપ ઈન્ડિયા થકી દેશભરના ઉદ્યોગ સાહસિકોને પણ સદંતર ફાયદો થયો છે.

startup india

ઉલ્લેખીય છે કે અત્યાર સુધીમાં મોદી સરકારે 129 સ્ટાર્ટઅપને ભંડોળ પૂરું પાડ્યું છે. જેમાંથી 6500 જેટલી નોકરી ઉત્પન્ન થઈ રહી છે. 2016-17માં કુલ 797 સ્ટાર્ટઅપને માન્યતા મળી હતી, જ્યારે 2017-18માં 7968 સ્ટાર્ટઅપને માન્યતા મળી હતી. એપ્રિલથી ઓક્ટોબર 2018 સુધીમાં કુલ 4700 સ્ટાર્ટઅપને માન્યતા મળી હતી. જણાવી દઈએ કે જાન્યુઆરી 2016થી અત્યાર સુધીમાં કુલ 13,465 સ્ટાર્ટઅપને DIPPની માન્યતા મળી ચૂકી છે.

સ્ટાર્ટઅપ ઈન્ડિયા અંતર્ગત કુલ 1,77,000 યુવાઓએ ઓનલાઈન લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ કોર્સ માટે સાઈન અપ કર્યું હતું, જેમાંથી 6900 લોકોએ સફળતા પૂર્વક તેને પૂર્ણ પણ કર્યું છે. માર્કેટ ટ્રેન્ડની વાત કરીએ તો સ્ટાર્ટઅપ ઈન્ડિયા અંતર્ગત અત્યાર સુધીમાં 80,000 નવી નોકરી પેદા થઈ છે. 2020 સુધીમાં 3 લાખ નવી નોકરી પેદા કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે, જ્યારે 2020 સુધીમાં 10,500 નવાં સ્ટાર્ટઅપ શરૂ કરાવવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.

દેશભરના યુવાનો સ્ટાર્ટઅપ ઈન્ડિયા અંતર્ગત પોતાના યૂનિટ આઈડિયા લઈને આવે છે અને સરકાર દ્વારા તેમને ફંડ પણ પૂરું પાડવામાં આવે છે. આવાં જ 800થી વધુ સ્ટાર્ટઅપ મહારાષ્ટ્ર, દિલ્હી અને કર્ણાટકમાં છે. જ્યારે તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, તેલંગણા અને હરિયાણામાં 300થી 800 જેટલાં સ્ટાર્ટઅપ છે. મોદી સરકારની આ પહેલથી દેશભરના ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન મળી રહ્યું છે.

આ પણ વાંચો- પર્યાવરણ મામલે મોદી સરકારના વખાણ વિશ્વભરમાં થઈ રહ્યાં છે

English summary
13465 Startups have been recognized by DIPP since Jan 2016
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X