• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પર્યાવરણ મામલે મોદી સરકારના વખાણ વિશ્વભરમાં થઈ રહ્યાં છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતે તાજેતરના વર્ષોમાં ઉગ્રતાની સાથે જળવાયુ પરિવર્તનના મુદ્દા પર વાત રાખી છે, જેનાથી દુનિયાભરમાં દેશની ઓળખ સુધરી છે. ભારતે ઐતિહાસિક પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટ સાઈન કર્યું ઉપરાંત હાલમાં જ ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સની મેજબાની પણ કરી છે.

ડિસેમ્બર 2015માં થયેલ એરિસ એગ્રિમેન્ટમાં સભ્ય દેશોએ એ નક્કી કરવાનું છે કે તેઓ કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનને ઘટાડે જેથી ગ્લોબલ તાપમાનમાં થઈ રહેલ વધારાને રોકી શકાય. જે તાજેતરના વર્ષોમાં 1.5 સેલ્સિયસથી પણ વધુ વધી રહ્યો છે. ભારત દુનિયાના 6 ટકા કાર્બન ડાયોકસાઈડનું ઉત્સર્જન કરે છે. ચીન 28 ટકા, અમેરિકા 16 ટકા, યુરોપિયન યૂનિયન 10 ટકા કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન કરે છે. પ્રતિ વ્યક્તિ કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જનના મામલે દસ દેશ ભારતથી આગળ છે.

ફ્લોરા, ફાઉના, ફોરેસ્ટ અને વાઈલ્ડ લાઈફના સર્વે મુજબ ભાજપની સરકાર બન્યા બાદ પશુ કલ્યાણ, પર્યાવરણ, વન અને જળવાયુ મંત્રાલય પર્યાવરણ અને જંગલથી જોડાયેલ યોજનાઓ પર ભારે કામ કરી રહ્યા છે. મંત્રાલયે જે મહત્વના પગલાં ભર્યાં છે, એમાં ફૉરેસ્ટ કવર, પ્રદૂષણ અટકાયત અને મોનિટરિંગ માટે ભરેલ પગલાં, 10 લાખ કરોડના રોકાણ માટે 2000 મંજૂરી જે 10 લાખ નોકરી પેદા કરશે. સાથે જ 600થી 190 દિવસના માનકીકરણ, વિકેન્દ્રીકરણના પ્રોજેક્ટ ઘટાડવામાં આવ્યા છે. આ પારદર્શી પ્રક્રિયા અને પેરિસમાં સીઓપી 21માં ભારતની સ્થિતિ મજબૂત કરવા માટે કરવામાં આવ્યું હતું.

ભાર દુનિયાના એ સિલેક્ટેડ દેશમાં સામેલ છે, જ્યાં ફોરેસ્ટ કવર વધ્યું છે. ફોરેસ્ટ એન્ડ ટ્રી કવર 2015ના ફોરેસ્ટ રિપોર્ટ મુજબ 7,94,245 સ્ક્વેર કિમીનું હતું, જે દેશના ભૌગોલિક વિસ્તારના 24 ટકા છે. જે 2013ની સરખામણીએ 3775 સ્ક્વેર કિમી વધુ છે. વન અને ઝાડના કવરમાં વૃદ્ધિ આ તથ્યને ધ્યાનમાં રાખતાં મહત્વપૂર્ણ છે કે જંગલ ઈંધણના લાકડાની કુલ આવશ્કતા લગભગ 30 ટકા, ઉર્જાનો પ્રાથમિક સ્રોત, અને ચારાનો વધુ પડતો ભાગ વનથી આવે છે. ઈંધણના લાકડાની આવશ્યકતા મોટા પાયા પર વૃક્ષારોપણ અને અન્ય સ્રોતોથી મળે છે.

2016માં પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે યૂએન જનરલ એસેમ્બલીમાં પેરિસ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. આ સેરેમની એ સમયના સેક્રેટરી જનરલ બાન કી મૂને હોસ્ટ કરી હતી. જે બાદ ભારત બીજા વિકાસશીલ દેશો પર પર્યાવરણ માટે ઠોસ પગલાં ભરવા માટે દબાણ બનાવી શકે છે અને દેશોને પેરિસ સમજૂતીના નવા નિયમો મુજબ કાર્બન ઉત્સર્જન પર રોક લગાવવાની વાત કરી શકે છે.

આ પણ વાંચો- મોદી સરકારનું વિદ્યુતીકરણ અભિયાન, દરેક ગામ થયાં રોશન

English summary
Government assertive stance on environment matters draws global appreciation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X