UP: ચોથા તબક્કામાં 16 ટકા ક્રિમિનલ ઉમેદવારો મેદાનમાં

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

લખનઉ, 25 લોકસભા ચૂંટણી માટે ઉત્તર પ્રદેશમાં 30 એપ્રિલના રોજ થનાર મતદાનમાં 233 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 36 એટલે કે 16 ટકા આપરાધિક પૃષ્ઠભૂમિવાળા છે. તેમાંથી 25 (11) ઉમેદવારો પર ગંભીર આપરાધિક કેસ દાખલ છે. રાજ્યમાં આ મતદાનનો ચોથો તબક્કો છે.

દાગીઓને ટિકીટ આપવાના મુદ્દે સમાજવાદી પાર્ટી (સપા) સૌથી આગળ છે. પક્ષવાર ઉમેદવારોમાં દાગીઓની વાત કરીએ તો સપાના 13માંથી નવ (69 ટકા), ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના 14માંથી સાત (50 ટકા), કોંગ્રેસના 14માંથી ચાર, આમ આદમી પાર્ટી (આપ)ના 12માંથી એક (8 ટકા) અને બહુજન સમાજ પાર્ટી (બસપા)ના 14માંથી પાંચ (36 ટકા) ઉમેદવાર દાગી છે. આ તબક્કા મુજબ પ્રદેશમાં 14 લોકસભા વિસ્તારોમાં મતદાન થવાનું છે. કુલ 233 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે.

bjp-congress-aap-parlament.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર) અને ઉપ્ર ચૂંટણી વોચ (યુપીઇડબ્લ્યૂ)ના લોકસભા ચૂંટણીના આ તબક્કામાં ચૂંટણી લડી રહેલા 233માંથી 232 ઉમેદવારોના થપથપત્રોનું વિશ્વેલષણ કર્યું. પ્રેસ ક્લબમાં બુધવારે યુપીઇડબ્લ્યૂના સંજય રાયે કહ્યું કે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતાં દેશમાં મતદારોને જાગૃત કરવા માટે મેરા વોટ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેનો ઉદ્દેશ્ય દેશમાં મતદારોને જાગૃત કરવાનો છે, જેથી તે પોતાના વોટની કિંમત સમજે. ભ્રષ્ટ અને ગુનેગાર ઉમેદવારને પોતાનો વોટ કદાપિ આપવો ન જોઇએ. લોકતંત્રની મજબૂતી માટે સારા અને ઇમાનદાર ઉમેદવારની પસંદગી કરો.

ગંભીર ક્રિમિનલ કેસ: કોંગ્રેસના 14માંથી બે (13 ટકા) ભાજપના 14માંથી છ (43 ટકા), સપાના 13માંથી 6 (46 ટકા) બસપાના 14માંથી ત્રણ (21 ટકા), આપના 12માંથી એક (8 ટકા) ઉમેદવારોએ પોતાના ઉપર ગંભીર ક્રિમિનલ કેસની જાહેરાત કરી છે. આ તબક્કામાં 14માંથી છ મતવિસ્તાર એવા છે કે જ્યાં રાજકીય પક્ષોના ઓછામાં ઓછા ત્રણ ઉમેદવારો પર ક્રિમિનલ કેસ દાખલ છે.

English summary
As many as 16 per cent candidates in poll fray in the second phase of polling in Uttar Pradesh have a criminal background, according to a study.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X