For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કેમ 17 વર્ષની છોકરી જંગલ વચ્ચે ખંડેરમાં રહે છે

મધ્યપ્રદેશના કટની જિલ્લામાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં એક 17 વર્ષની છોકરીએ પોતાના પરિવાર સાથે જંગલ વચ્ચે એક સુમસાન ખંડેરમાં ડેરો જમાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશના કટની જિલ્લામાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં એક 17 વર્ષની છોકરીએ પોતાના પરિવાર સાથે જંગલ વચ્ચે એક સુમસાન ખંડેરમાં ડેરો જમાવ્યો છે. અહીં પૂજા પાઠમાં લાગેલી છોકરીની વાતો કોઈ રહસ્યથી ઓછી નથી. ગામના લોકો છોકરીને જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે, પરંતુ તેના અહીં રહેવાની પહેલી નથી ઉકેલી શક્યા.

girl

મળતી માહિતી અનુસાર કટની જિલ્લાના મુખ્યાલયથી લગભગ 35 કિલોમીટર દૂર રીથી ચોકી વિસ્તારના એક ગામ માગદરાના જંગલમાં એક ખંડેર બનેલી છે, જેમાં ઘણા હાદસા પણ થઇ ચુક્યા છે. છેલ્લા કેટલાક દિવસ પહેલા ગ્રામીણોને ખબર પડી કે અહીં કોઈ આવીને રહી રહ્યું છે. ગ્રામીણો ગયા ત્યારે ત્યાં 17 વર્ષની છોકરી અને તેનો પરિવાર મળ્યો. છોકરીએ ગામના લોકોને જણાવ્યું કે તેનું નામ દેવી ચંદ્રિકા સિંહ છે અને તે રાજા કર્ણની વંશજ છે. અહીં એક ખાસ કારણ સાથે આવી છે. તેના પર ગ્રામીણોએ પોલીસને સૂચના આપી. સૂચના મળતા જ પહોંચેલી પોલીસે છોકરી અને તેના પરિવારને ત્યાંથી ભગાડી દીધા.

આ પણ વાંચો: આશ્ચર્યચકિત કરી દેશે જયપુરના આ રાજાની જીવનશૈલી, ફક્ત 20 વર્ષની વયે છે 20 હજાર કરોડનો વારસદાર

10 દિવસ પછી ફરી પાછા આવ્યા

10 દિવસ પછી ગ્રામીણોને ખડેરમાં ફરી હલચલ જોવા મળી. તેમને જઈને જોયું તો દેવી ચંદ્રિકા અને તેનો પરિવાર ફરી ત્યાં રહેવા લાગ્યો હતો. આ લોકો અહીં પૂજા પાઠ પણ કરે છે. આ વખતે પણ ચંદ્રિકાએ ગ્રામીણો સામે રાજા કર્ણના વંશજ હોવાનો દાવો કર્યો અને કહ્યું કે તેના પર માં શારદાની કૃપા છે. એટલા માટે તેઓ પોતાના સમાજની ભલાઈ માટે અહીં પૂજા પાઠ કરવા માટે પોતાના પરિવાર સાથે રોકાઈ છે. આ છોકરીને કોઈ દેવીનો ચમત્કાર માનીને દર્શન માટે લોકોની ભીડ જામી રહી છે.

આ પણ વાંચો: બિહાર: છપરા રેલવે સ્ટેશન પર એક વ્યક્તિ પાસે 50 નરકંકાલ મળ્યા

English summary
17 year old girl live in forest of katni MP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X