સબમરીન સિંધુરક્ષકમાં ફસાયેલા 2 ઓફિસરોના મોત: સૂત્ર

Posted By:
Subscribe to Oneindia News

મુંબઇ, 27 ફેબ્રુઆરી: સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઇમાં દુર્ઘટના થઇ સબમરીન સિંધુરક્ષકના બે ઓફિસરોના મોત થયા છે. બંને ઓફિસરોના મોત નિપજ્યાં છે. બંને ઓફિસરો અકસ્માત બાદથી ગુમ છે અને તેમને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સિંધુરક્ષક સબમરીનના કંપાર્ટમેન્ટોમાં બુધવારે સવારે ધુમાડો ભરાઇ ગયા બાદ સાત ભારતીય નૌસૈનિકો ઘાયલ થયા હતા અને બે ગુમ છે. સબમરીનના કંપાર્ટમેન્ટ નંબર 3માં થયેલી દુર્ઘટનાના સમયે 94 નૌસૈનિકો સવાર હતા. ધુમાડાનો સામનો કરી રહેલા સાત નૌસૈનિકો ધુમાડાની ચપેટમાં આવી ગયા હતા. ઝેરી ધુમાડો શ્વાસમાં લેવાથી બેભાન સૈનિકોને મુંબઇની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

આઇએનએસ સિંધુરત્ન ગઇકાલે રાત્રે નિયમિત ટ્રેનિંગ અને નિરીક્ષણ માટે મુંબઇ નજીક સમુદ્રમાં હતી જ્યારે નાવિકોના આવાસ ક્ષેત્ર કંપાર્ટમેન્ટ નંબર 3માં ધુમાડાના સમાચાર મળ્યા.

sindhurakshak

નૌસૈનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે 'બંને અધિકારીઓનો પતો લાગ્યો નથી. તે કદાચ કેબિનમાં પડ્યા રહી ગયા અથવા કોઇ અન્ય સ્થળ પર રહી ગયા કારણ કે ઇમરજન્સી ઉપાય માટે એક ભાગમાં વિભિન્ન કેબિન અને કંપાર્ટમેન્ટ અલગ અલગ છે.' અકસ્માતના થોડા કલાકો બાદ નૌસેના પ્રમુખ એડમિરલ ડીકે જોશીએ તેમની નૈતિક જવાબદારી લેતાં પોતાના પદેથી રાજીનામું આપી દિધું છે.

English summary
Rescuers found the bodies of two Indian navy officers inside a naval submarine on Thursday, one day after the men went missing following an accident aboard the vessel, an official said.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.