ઋષિકેશ: લક્ષ્મણ ઝૂલા પાસે મળી ત્રણ લાશ, લોકોમાં ફેલાયો ભય

Posted By:
Subscribe to Oneindia News

ઉત્તરાખંડ ના ઋષિકેશ માં ગીતા ભવન પાસે આવેલા લક્ષ્મણ ઝૂલા પાસે ત્રણ લાશ મળવાથી લોકોમાં ભય ફેલાઈ ગયો છે. આ લાશ બે પુરુષો અને એક 12 વર્ષના બાળકની છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેમને આત્મહત્યા કરી છે. પોલીસ ને શરૂઆતમાં તેમની ઓળખ કરવામાં ઘણી મુસીબત આવી. પરંતુ મૃતકના શર્ટમાં ટેલર ના સ્ટીકર ઘ્વારા આગ્રા પોલીસે તેમની ઓળખ કરી લીધી.

suicide

જણાવવામાં આવી રહ્યું છે કે લક્ષ્મણ ઝૂલા પાસે મળી આવેલી ત્રણ લાશ એક જ પરિવાર ની છે. આ લાશ દાદા (60), દીકરા (35) અને તેમના પૌત્ર (12) ની છે. આ આત્મહત્યા પાછળ કોઈ પારિવારિક કારણ બતાવવામાં આવી રહ્યું છે.

પોલીસ ઘ્વારા જણાવ્યા અનુસાર વડીલ અને યુવકના મોઢા અને બાળકના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું. તેમની લાશ પાસેથી પાણીની બોટલ પણ મળી આવી છે. આ આખા મામલાની જાંચ કરી રહેલા ચોકી અધ્યક્ષ પ્રદીપ રાણા ઘ્વારા જણાવવામાં આવ્યું કે ટેલર ના સ્ટીકરના આધારે પોલીસે જાંચ આગળ વધારી હતી. તેમને આગ્રા પોલીસને મૃતકના કપડાં પર લગાવેલા ટેલરના સ્ટીકરના ફોટો મોકલ્યા. ટેલરે પોલીસને કેટલીક માહિતી આપી જેના કારણે પોલીસ મૃતકો ના ઘરે પહોંચી ગયી.

આ ઘટના પછી લોકોમાં ભય ફેલાઈ ગયો છે. આ વિસ્તારમાં રહેતા લોકોનું કહેવું છે કે પોલીસે વધારે સતર્ક રહેવાની જરૂર છે. પોલીસે રાત્રે વધારે ધ્યાન રાખવું જોઈએ.

એક સ્થાનીય નાગરિક માધવ જૈન ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે એવું વિચારીને જ ખરાબ છે કે ત્રણે લોકો આત્મહત્યા કરવા માટે ઋષિકેશ આવ્યા હતા. આ એક પવિત્ર શહેર છે. અહીં લોકો પૂજા પાઠ કરવા આવે છે, પોતાનો જીવ આપવા માટે નહીં.

English summary
3 Bodies found at rishikesh near laxman jhula

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.