ભારે વરસાદના કારણે બિલ્ડિંગ ઢળી પડતાં 3ના મોત, 12ને ઇજા

આ અકસ્માતમાં ત્રણ માસનું એક બાળક અને સાત વર્ષનો છોકરા સહિત ત્રણ લોકોના મોત નિપજ્યાં હતા જ્યારે 22 લોકોને શુક્રવારે સવારે કાટમાળ નીચેથી નીકળવવામાં આવ્યાં હતા. આ કાળમાળમાં હજુ પાંચ લોકો દબાયેલા હોવાની આશંકા છે. રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ થોડા સમય પહેલાં નગર પાલિકાએ આ બિલ્ડિંગ ખાલી કરાવવા માટે નોટીસ જાહેર કરી હતી તેમછતાં આ લોકોએ તેના પર ધ્યાન આપ્યું ન હતું. આ બિલ્ડિંગનું નિર્માણ 1981માં કરવામાં આવ્યું હતું.
છ ફાયર બ્રિગેડ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને બચાવ કાર્ય પણ પ્રગતિ પર છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર હજુ સુધી કાળમાળ નીચે સાત થી આઠ લોકો દબાયેલા હોવાની આશંકા છે. બે પહેલાં જ મુંબઇમાં એક અન્ય બિલ્ડિંગ ઢળી પડી હતી જેમાં 70 લોકોના મોત નિપજ્યાં હતા.












Click it and Unblock the Notifications
