For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઇમાં 4 માળની ઇમારત ધરાશયી, એકનું મોત અનેક લોકો દબાયા

By Super
|
Google Oneindia Gujarati News

મુંબઇ, વડોદરા, 27 સપ્ટેમ્બરઃ મહારાષ્ટ્રની રાજધાની મુંબઇ અને ગુજરાતના વડોદરામાં બે અલગ-અલગ દુર્ઘટનામાં બે ઇમારતો પડી. દક્ષિણ મુંબઇમાં ચાર માળની ઇમારત પડી છે, જેમાં અત્યારસુધી 1 વ્યક્તિનું મોત અને પાંચ લોકોને ઇજા પહોંચી છે, જ્યારે અનેક લોકો દબાયા હોવાના અહેવાલ છે, જ્યારે વડોદરામાં પાંચ માળની ઇમારત પડતા પહેલા જ ખાલી કરી લેવામાં આવી, જેથી બધા સુરક્ષિત છે.

મુંબઇમાં દુર્ઘટના સવારે છ વાગ્યે થઇ, જ્યારે ચાર માળની ઇમારત પત્તાને મહેલની જેમ પડી ગઇ. ઇમારતના કાટમાળ નીચે 50થી વધુ લોકો દબાયા હોવાની આશંકા છે. બૃહદમુંબઇ નગર નિગમ આપદા નિયંત્રણ કક્ષથી પ્રાપ્ત જાણકારી અનુસાર, ડોકયાર્ડ રસ્તાથી વિપરીત બૃહદમુંબઇ નગર નિગમના કર્મચારીઓ માટે બનેલી ઇમારત સવારે છ વાગ્યે ધરાશયી થઇ, જેમાં તેમાં ઉંઘેલા લોકો તેની ઝપેટમાં આવી ગયા, દમકલ વિભાગની 15 ગાડીઓ અને અન્ય બચાવકર્મી ઘટનાસ્થળ પર પહોંચ્યા.

building-colappse-in-mumbai
જણાવવામાં આવી રહ્યું છે કે, આ કાટમાળમાં 22 પરિવારના 50થી 60 લોકો દબાયેલા છે. તેમાં મોટાભાગના પરિવાર બીએમસી કર્મચારીઓની છે. અત્યારસુધી કાટમાળમાંથી પાંચ લોકો કાઢવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોને જેજે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. 15 ફાયર બ્રિગેડના વાહન, 4 એમ્બ્યુલન્સ અને 2 રેસ્ક્યુ વેન પહોંચી ચૂકી છે. રાહત કાર્યોમાં સૌથી મોટી અડચણ સંકરી ગલી હોવાના કારણે પેદા થઇ રહી છે. આ કારણે જેસીબી મશીન ત્યાં જઇ શક્યાં નથી.

પ્રત્યક્ષદર્શિઓ અનુસાર કાટમાળની અંદરથી બુમો પાડવાના અવાજો આવી રહ્યાં છે. દબાયેલા લોકો મદદ માંગી રહ્યાં છે. રાહત કાર્યમાં ઝડપ લાવવા માટે આપદા પ્રબંધન વિભાગની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી છે.

બીજી તરફ વડોદરામાં ભારે વરસાદ થનાવા કારણે એક ક્ષતિગ્રસ્ત ઇમારત ધરાશયી થઇ હતી. રાત્રે જ ઇમારત ધરાશયી થવાની ભીતિ જણાતા તેમા રહેતા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

English summary
A five storey BMC building collapsed near Dockyard road station in Mumbai. Many people are feared trapped under the debris.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X