62 ભારતીય કરશે મંગળ ગ્રહની યાત્રા

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 3 જાન્યુઆરી: આજે વિજ્ઞાન એટલું વિકસીત થઇ ગયું છે કે માણસ માટે કંઇપણ અસંભવ રહ્યું નથી. ભારતે પહેલાં જ ચંદ્ર પર જીત પ્રાપ્ત કરી લીધી છે અને હવે દુનિયા મંગળ પર પોતાનું ઘર બનાવવા જઇ રહી છે. મંગળ ગ્રહ પર કોઇ એક સ્થાની કોલોની વસાવવાને લઇને મંગળ ગ્રહ પર વર્ષ 2024માં એક ખાનગી અભિયાન હેઠળ ચાર લોકોને મોકલવા માટે 62 ભારતીય સહિત 1000થી વધુ લોકોની પસંદગી કરવામાં આવી છે.

નેંધરલેન્ડના બિન નફાકારક સંગઠન માર્સ વને 20,000થી વધુ અરજીકર્તાઓમાંથી 1058 લોકોની પસંદગી કરી છે. સંસ્થા દ્વારા પસંદ કરવામાં આવેલા લોકો મંગળ ગ્રહ પર માનવજીવનનો પાયો નાખવા માંગે છે. સ્પેસકોમના અનુસાર આ પ્રથમ યાદીમાં 297 લોકો અમેરિકાના છે, જ્યારે બીજા નંબરે કેનેડાના 75 ઉમેદવાર છે જ્યારે ભારતના 62 ઉમેદવારોની સાથે ત્રીજા સ્થાને અને રૂસના 52 ઉમેદવારોની સાથે ચોથા સ્થાને છે.

pluto-planet-600

માર્સ વનના મુખ્ય મેડિકલ અધિકારી નારબર્ટ ક્રાફ્ટે જણાવ્યું હતું કે 2014 અને 2015માં કેટલાક તબક્કાઓમાં લોકોની તેના માટે પસંદગી કરવાની છે. માર્સ વનની યોજના મંગળ પર એક સ્થાયી માનવ વસવાટ વસાવવા માંગે છે.

English summary
Over 1,000 aspirants, including 62 from India, have been shortlisted for an ambitious private mission to send four men and women on a one-way trip to Mars in 2024 to establish a permanent colony on the red planet.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.