For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં 66 આકંતવાદી સંગઠનો સક્રિય

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 ઓગસ્ટ : ભારત સરકારે સંસદની નીચલા ગૃહ એટલે કે લોકસભામાં સૂચિત કર્યું છે કે એક અભ્યાસના પરિણામો દર્શાવે છે કે ભારત દેશમાં વર્તમાન સમયમાં અંદાજે 66 આતંકવાદી અને અલગતાવાદી સંગઠનો સક્રિય છે. તેમાંથી અંદાજે 34 એટલે કે અડધાથી વધારે સંગઠનો દેશના ઉત્તર પૂર્વી રાજ્ય મણિપુરમાં કામ કરી રહ્યા છે.

દેશમાં સૌથી સક્રિય કહી શકાય તેવા તમામ આતંકવાદી સંગઠનોએ જમ્મુ કાશ્મીરમાં પોતાના મૂળિયા ખૂંપાવી રાખ્યા છે. આ સંગઠનોને પાકિસ્તાનના ઉદ્રવાદીઓ અને સંગઠનોનું સમર્થન પ્રાપ્ત છે. પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો પાસેથી ભારતીય આતંકવાદીઓ અને ઉગ્રવાદી સંગઠનોને પૈસા અને હથિયાર ઉપરાંત તાલીમ પણ મળે છે.

terrorist-bom

દેશમાં અન્ય જે સ્થળોએ આતંકલવાદી સંગઠનો સક્રિય છે તેમાં આસામ, મેઘાલય, નાગાલેન્ડ અને પંજાબનો સમાવેશ થાય છે. આ સંગઠનો વિવિધ આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવાની વ્યવસ્થા કરે છે.

આ ઉપરાંત આ સંગઠનો દાણચોરી, નકલી ચલણને ઘૂસાડવું વગેરે જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં પણ સંકળાયેલા હોય છે. હાલ સરકાર તેમની પ્રવૃત્તિઓ પર 24 કલાક નજર રાખી રહી છે. આ માટે ખાસ કાર્યક્રમ શરૂ કરવામાં આવનાર છે.

English summary
66 terrorist organization active in India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X