નાબાલિક અને તેની માં સાથે રેપ, 7 પોલીસકર્મીઓ સહીત 18 પર કેસ

હરિયાણાના કૈથલમાં 15 વર્ષની નાબાલિક છોકરી અને તેની માં સાથે બે મહિના સુધી રેપ કરવાના આરોપમાં 18 લોકો પર કેસ નોંધવામાં આવ્યો છે.

હરિયાણાના કૈથલમાં 15 વર્ષની નાબાલિક છોકરી અને તેની માં સાથે બે મહિના સુધી રેપ કરવાના આરોપમાં 18 લોકો પર કેસ નોંધવામાં આવ્યો છે. આ 18 આરોપીઓમાં 7 પોલીસકર્મીઓ છે. કૈથલના કલાયત ચોકી ક્ષેત્રના એક ગામમાં 15 વર્ષની ધોરણ 10ની વિધાર્થિનીએ સાત પોલીસકર્મીઓ, સરપંચ, પૂર્વ સરપંચ, સહીત 18 લોકો પર રેપ, રેપમાં સહયોગ, બંધક બનાવવા, વસૂલી કરવા, ધમકાવવા અને પોક્સો એક્ટમાં કેસ નોંધાવવામાં આવ્યો છે.

rape

પીડિત છોકરી ઘ્વારા જણાવવામાં આવ્યું કે હરિયાણા પોલીસના એએસઆઇ તેનો અને તેની માતાનો હથિયારોના બળ પર રેપ કર્યો. તેના ગામના સરપંચ, પૂર્વ સરપંચ અને બીજા આરોપીઓએ સહયોગ કર્યો. પીડીતાએ એએસઆઇ શમશેર સિંહ પાર રેપ કરવાનો અને બીજા લોકો પર ઘરની બહાર ઉભા રહીને તેમાં સહયોગ આપવાનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો: દેહરાદૂન: બોર્ડિંગ સ્કૂલમાં વિધાર્થીની સાથે ગેંગરેપ, 9 લોકોની ધરપકડ

પીડીતાએ આરોપ લગાવ્યો છે કે આ બધું લગભગ 2 મહિના સુધી ચાલ્યું. જુલાઈ થી સપ્ટેમ્બર દરમિયાન ઘણીવાર તેનો અને તેની માતાનો રેપ કરવામાં આવ્યો. તેના પિતા સાથે દુશ્મનાવટને કારણે તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા. આરોપી શમશેર સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે યુવતી અને તેના વકીલ પિતાએ તેમને ફસાવવા અને બદનામ કરવા માટે આ બધું કર્યું છે. આ મામલે હજુ સુધી કોઈ પણ પ્રકારની ધરપકડ નથી કરવામાં આવી.

આ પણ વાંચો: ઉપચારના નામ પર 5 વર્ષથી મહિલા સાથે રેપનો આરોપી બાબા પકડાયો

કૈથલ પોલીસ અધિક્ષક આસ્થા મોદી ઘ્વારા જણાવવામાં આવ્યું કે બળાત્કાર, પોક્સો એક્ટ, અને આઇપીસીની અલગ અલગ ધારાઓ હેઠળ કેસ નોંધી લેવામાં આવ્યો છે. તેમને જણાવ્યું કે કેસની જાંચ માટે ડીએસપી રેન્કના અધિકારીઓના નેતૃત્વમાં વિશેષ જાંચ કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X