ભારતભરના સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં..

Subscribe to Oneindia News

ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારો તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.


પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં..

જમ્મૂ-કાશ્મીરના શોપિયામાં એનકાઉંટર, હિઝબુલ આતંકી ઠાર, 2 જવાન ઘાયલ

જમ્મૂ-કાશ્મીરના શોપિયામાં એનકાઉંટર, હિઝબુલ આતંકી ઠાર, 2 જવાન ઘાયલ

પુંછ બાદ જમ્મૂ-કાશ્મીરના શોપિયામાં રવિવારે રાત્રે 2 વાગ્યાથી સેના-પોલિસ અને આતંકીઓ વચ્ચે એનકાઉંટર ચાલી રહ્યુ છે. પોલિસ જવાનોએ આતંકીઓને ઘેરી લીધા છે. અત્યાર સુધીમાં 1 આતંકી ઠાર મરાયો છે જેનુ નામ સદ્દામ હુસેન છે અને તે હિઝબુલ મુજાહિદ્દીનનો સભ્ય હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. સુરક્ષાબળોએ એક એકે-47 રાઇફલ અને અન્ય વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી છે. આ એનકાઉંટરમાં સેનાના 2 જવાન પણ ઘાયલ થયા છે. જાણકારી મુજબ વનગામ વિસ્તારની એક ઇમારતમાં છૂપાઇને આતંકીઓ ફાયરિંગ કરી રહ્યા છે. પોલિસને 3 આતંકી હોવાની આશંકા હતી પરંતુ તેમાંથી એક જ ઠાર મરાયો છે બાકીના બે ભાગી ગયા હોવાની આશંકાને પગલે સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતુ પરંતુ હજુ સુધી કોઇ મળ્યુ નથી.

કાશ્મીર હિંસામાં પાક સેનાનો હાથ, આતંકીએ કર્યો ખુલાસો

કાશ્મીર હિંસામાં પાક સેનાનો હાથ, આતંકીએ કર્યો ખુલાસો

હિઝ્બુલ મુજાહિદ્દીનના આતંકી બુરહાન વાનીની મોત બાદ જમ્મૂ-કાશ્મીરમાં ભડકેલી હિંસાને લઇને રાષ્ટ્રીય તપાસ એજંસી (એનઆઇએ) એ મોટો ખુલાસો કર્યો છે. એજંસીએ કાશ્મીરમાં હિંસા અને આતંકવાદને વધુ ભડકાવવામાં પાકિસ્તાની સેનાની ભૂમિકાને પ્રકાશમાં લાવી છે. આ મહિનાના અંત સુધીમાં એજંસી લશ્કર-એ-તોયબાના આતંકી બહાદૂર અલી સામે ચાર્જશીટ દાખલ કરશે. તેની 8 જુલાઇએ ધરપકડ કરવામાં આવી હતી. ચાર્જશીટમાં એનઆઇએ એ વાતનો પણ ઉલ્લેખ કરશે કે પાકિસ્તાની સેનાના મેજર અને કેપ્ટન માત્ર લશ્કર-એ-તોયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકીઓને ઘૂસણખોરીમાં મદદ કરી રહ્યા છે તેટલુ જ નહિ પણ તેમને સેનાના હથિયાર આપીને ભારતમાં વિનાશ સર્જવા માટે તાલીમ પણ આપી રહ્યા છે.

જેએનયુ કેમ્પસમાં એક બેગમાં મળ્યા પિસ્તોલ અને ગોળીઓ, તપાસ ચાલુ

જેએનયુ કેમ્પસમાં એક બેગમાં મળ્યા પિસ્તોલ અને ગોળીઓ, તપાસ ચાલુ

દેશની પ્રતિષ્ઠિત વિશ્વવિદ્યાલય જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીનું કેમ્પસ કોઇને કોઇ કારણોથી સતત સમાચારોમાં છવાયેલું રહે છે. જેએનયુ કેમ્પસમાં એક લાવારિસ બેગ મળી છે જેની તપાસ કરતા તેમાંથી એક પિસ્તોલ અને 7 કારતૂસ મળી આવ્યા છે. પોલિસે બેગ કબ્જે કરી છે. પોલિસે હજુ વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ યુનિવર્સિટી પ્રશાસન પણ મામલાની તપાસ કરી રહી છે. ગાયબ છાત્ર નજીબને લઇને જેઅએનયુ વિશ્વવિદ્યાલયમાં પહેલેથી જ હોબાળો ચાલુ છે. ત્યારબાદ હવે પિસ્તોલ મામલે ફરીથી તે વિવાદોમાં ઘેરાઇ છે.

દિલ્હીની સ્થિતિમાં જલ્દી થશે સુધારો, હવામાન વિભાગની ભવિષ્યવાણી

દિલ્હીની સ્થિતિમાં જલ્દી થશે સુધારો, હવામાન વિભાગની ભવિષ્યવાણી

દેશની રાજધાની દિલ્હી અને એનસીઆરના બીજા શહેરોમાં છવાયેલ સ્મોગ જલ્દી ઓછા થવાના અણસાર છે તેવી સંભાવના હવામાન વિભાગે જણાવી છે. શનિવાર અને રવિવારે સ્મોગને કારણે વિઝિબિલિટી 500 મીટરથી પણ ઓછી થઇ ગઇ હતી. રવિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજધાનીની હવા ખરાબ થવા માટે પડોશી રાજ્યોમાં ખેડૂતોએ પાક અને પૂળા બાળ્યા હોવાનું કારણ જણાવ્યુ હતુ. નાસા તરફથી જારી કરવામાં આવેલ તસવીરો પરથી પણ એ સ્પષ્ટ થયુ કે ગયા સપ્તાહમાં દિલ્હીની આસપાસના વિસ્તારમાં આગ લાગવાથી થયેલા ધૂમાડાએ પણ મુસીબતમાં વધારો કર્યો. સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એંડ વેધર ફોરકાસ્ટિંગ એંડ રિસર્ચ (SAFAR) એ જણાવ્યુ કે સોમવારે પર્ટિક્યુલેટ મીટર (PM) 2.5 નું સ્તર 613 માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર રહેશે કે જે રવિવારે 588 માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર હતુ.

રિલાયંસ જીયોના સ્માર્ટફોનમાં ધમાકો, બચી ગયો નેતાનો પરિવાર

રિલાયંસ જીયોના સ્માર્ટફોનમાં ધમાકો, બચી ગયો નેતાનો પરિવાર

સેમસંગ બાદ હવે રિલાયંસ જીયોનો લાઇફ સ્માર્ટફોન ફાટવાનો મામલો સામે આવ્યો છે. જમ્મૂ-કાશ્મીર નેશનલ કોંફરંસ સાથે જોડાયેલ તનવીર સાદિક નામના વ્યક્તિએ ફોન બળવાની તસવીરો ટ્વીટર પર શેર કરી છે. કંપની આ મામલે તપાસ કરી રહી છે. સાદિકે ટ્વીટ કર્યુ છે કે, ‘મારા પરિવારના લોકો માંડ માંડ બચ્યા છે. રિલાયંસ જીયોના રિલાયંસ લાઇફ ફોનમાં ધમાકો થયો અને તેમાં આગ લાગી ગઇ.' રિલાયંસ લાઇફ એ જીયોનો સ્માર્ટફોન બ્રાંડ છે. જો કે તેણે એ નથી જણાવ્યુ કે કયુ મોડલ છે અને ઘટના કેવી રીતે બની. તસવીરો જોઇને લાગી રહ્યુ છે કે આ ફોન એવો છે જેની બેટરી કાઢી શકાય છે. ફોન પર લાઇફનો લોગો પણ દેખાઇ રહ્યો છે. બેટરી પૂરેપૂરી બળી ગઇ છે અને ફોનની સ્ક્રીન ઓગળી ગઇ છે. સાદિકની ફરિયાદ પર રિલાયંસ લાઇફે તરત જ એક્શન લેવાની વાત કહી છે. લાઇફે ટ્વીટર પર સાદિક પાસે આ ઘટના અંગે વધુ જાણકારી માંગી છે.

English summary
7th november today's top stories of india in short
Please Wait while comments are loading...