For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વચ્છતા બાબતે ભારતને મળી નવી ઓળખ, 8 બીચને મળ્યો 'બ્લુ ફ્લેગ' ટેગ

ભારતના 8 બીચ(સમુદ્રી તટ)ને બ્લુ ફ્લેગનો દરજ્જો મળ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સ્વચ્છતા માટે ચલાવવામાં આવી રહેલ મોદી સરકારનુ અભિયાન સફળ થઈ રહ્યુ છે અને ભારતના 8 બીચ(સમુદ્રી તટ)ને બ્લુ ફ્લેગનો દરજ્જો મળ્યો છે. ફાઉન્ડેશન ફૉર એન્વાયરમેન્ટ એજ્યુકેશનની એક જ્યુરીએ ડેનમાર્કના વૈજ્ઞાનિકો અને પર્યાવરણવિદોની જ્યુરીના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. જેના કારણે 8 ભારતીય બીચનુ નામ પણ દુનિયાના સૌથી સાફ-સુથરા બીચની લિસ્ટમાં શામેલ થઈ ગયુ છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે આ સમ્માન માટે ખુશી વ્યક્ત કરી છે.

beach

માહિતી મુજબ આંતરરાષ્ટ્રીય જ્યૂરીએ 4664 બીચને બ્લુ ફ્લેગ ટેગ આપ્યુ છે. વર્તમાન સમયમાં સ્પેનનના સૌથી વધુ બીચને આ ટેગ મળ્યુ છે. પહેલા તો ભારતના કોઈ પણ બીચ આ લિસ્ટમાં શામેલ નહોતા પરંતુ હવે 8 બીચને ટેગ મળી ગયો છે. બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન ભારતના ICZM પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરવામાં આવેલી પરિયોજનાઓમાંનુ એક હતુ. આ સાથે જ ભારત હવે દુનિયાના 50 બ્લુ ફ્લેગ દેશોમાં શામેલ થઈ ગયુ છે.

કેસમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુકે ભારત માટે ગર્વની વાત છે કે આંતરરાષ્ટ્રીય ઑર્ગ અને જ્યુરીએ આપણા 8 સમુદ્રી તટોને બ્લુ ફ્લેગ માન્યતા આપી છે. તે પોતાની સફાઈ, મૈત્રીપૂર્ણ પાયાગત ઢાંચા, સમુદ્રમાં આસપાસ અને સમુદ્ર તટો પર સતત વિકાસ પ્રથાઓ માટે ઓળખાય છે. તેમને વધુ વિકસિત કરવાની યોજના પર કામ કરવામાં આવશે.

આ છે ભારતના બ્લુ ટેગ બીચ

શિવરાજપુર(ગુજરાત)

ઘોઘલા(દીવ)

કાસરકોડ(કર્ણાટક)

પદુબિદ્રી(કર્ણાટક)

કપ્પડ(કેરળ)

રુશિકોંડા(આંધ્ર)

ગોલ્ડન(ઓરિસ્સા)

રાધાનગર(અંદમાન)

છેલ્લી ઓવરમાં ખલીલ અને તેવતિયા વચ્ચે બબાલ, મેચ બાદ જણાવ્યો મામલોછેલ્લી ઓવરમાં ખલીલ અને તેવતિયા વચ્ચે બબાલ, મેચ બાદ જણાવ્યો મામલો

English summary
8 indian beach got 'blue flag' tag for cleanliness
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X