• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

88મો વાયુસેના દિવસઃ જાણો IAF સાથે જોડાયેલા આ રસપ્રદ તથ્યો વિશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતીય વાયુસેના(આઈએએફ) પોતાનો 88મો વાયુસેના દિવસ મનાવી રહી છે. આઈએએફ આજે દુનિયાની ચોથી સૌથી શક્તિશાળી સેના છે. ક્યારેક માત્ર પાંચ લોકો સાથે શરૂ થયેલ વાયુસેનાની સફર આજે લાખો ઑફિસર અને જવાનો સુધી જઈ પહોંચી છે. આઈએએફ આજે ચીન જેવા દુશ્મન દેશોના પણ છક્કા છોડાવવામાં સક્ષમ છે. આ વખતે વાયુસેના દિવસ એટલા માટે પણ વધુ મહત્વપૂર્ણ છે કારણકે લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ(એલએસી) પર અત્યારે ચીન સાથે ટકરાવ ચાલી રહ્યો છે. બીજી તરફથી પાકિસ્તાન પણ સતત ભારતમાં ઘૂસણખોરીની કોશિશોમાં લાગેલુ છે. માટે આજે આ એરફોર્સ ડે પર અમે તમને તેના ઈતિહાસ અને તેના વર્તમાન વિશે જણાવીશુ.

આઠ ઓક્ટોબર 1932ના રોજ સ્થાપના

આઠ ઓક્ટોબર 1932ના રોજ સ્થાપના

ભારતીય વાયુસેનાની સ્થાપના આઠ ઓક્ટોબ 1932ના રોજ થઈ હતી. એ વખતે આઈએએફ બ્રિટનના રૉયલ એરફોર્સના સહાયક તરીકે તૈયાર થયુ હતુ. ઈન્ડિયન એરફોર્સ એક્ટ 1932 હેઠળ તેને રૉયલ એરફોર્સ સાથે જોડવામાં આવ્યુ હતુ. અહીંથી રૉયલ એરફોર્સનો યુનિફોર્મ અને બાકી વસ્તુઓને અપનાવી. વર્ષ 1932માં અસ્તિત્વમાં આવ્યા બાદ એક એપ્રિલ 1933ના રોજ આઈએએફનો પહેલો સ્કવૉડ્રન નંબર તૈયાર થયો. આ સ્ક્વૉડ્રનમાં ચાર બાયપ્લેન અને માત્ર પાંચ પાયલટ્સ હતા. એ વખતે આઈએએફના પાયલટ્સને રૉયલ એરફોર્સના કમાંડિંગ ઑફિસર ફ્લાઈટ લેફ્ટનન્ટ સેસિલ બાશિયર લીડ કરી રહ્યા હતા.

1950માં બની ભારતીય વાયુસેના

1950માં બની ભારતીય વાયુસેના

વર્ષ 1945માં આઈએએફની આગળરૉયલ શબ્દને જોડવામાં આવ્યો. ભારત ત્યારે અંગ્રેજોનો ગુલામ હતો અને તેના નેતૃત્વમાં જ દ્વિતીય વિશ્વ યુદ્ધમાં આની ભાગીદારી નક્કી થઈ હતી. વર્ષ 1950માં આની આગળથી રૉયલ શબ્દ હટાવી લેવામાં વ્યો. અહીંથી રૉયલ એરફોર્સ, ભારતીય વાયુસેના અસ્તિત્વાં આવી અને તેને ઓળખ મળી. એર માર્શલ સર થૉમસ વાકર ઈલ્મહર્સ્ટ ઈન્ડિયન એરફોર્સના પહેલા કમાંડર ઈન ચીફ હતા. 15 ઓગસ્ટ, 1947થી લઈને 21 ફેબ્રુઆરી 1950 સુધી તેમનો કાર્યકાળ હતો. કહે છે કે આ થૉમસની કોશિશોનુ જ પરિણામ છે કે અધૂરી વાયસેના આજે એક ફાઈટર તરીકે ઓળખાય છે.

કોણ હતા IAFના પહેલા ચીફ

કોણ હતા IAFના પહેલા ચીફ

ઈન્ડિયન એરફોર્સના પહેલા પ્રમુખ એર માર્શલ સુબ્રતો મુખર્જી ઈન્ડિયન એરફોર્સના પહેલા ભારતીય ચીફ હતા. ઈન્ડિયન એરફોર્સનુ ધ્યેય વાક્ય છે,'नभ: स्‍पृशं दीप्‍तम, એટલે કે ગર્વ સાથે આકાશને આંબવુ. વાદળી, આસમાની વાદળી અને સફેદ તેના રંગ છે. આ વાક્યને ભગવદ ગીતાના એક શ્લોકમાંથી લેવામાં આવ્યુ છે. ફ્લાઈટ ગ્લોબલ જે એવિએશન સાથે જોડાયેલી એક મહત્વની વેબસાઈટ છે તેણે ઈન્ડિયન એરફોર્સને દુનિયાની ચોથી સૌથી શક્તિશાળી વાયુસેના ગણાવી હતી. એટલે કે તેની લિસ્ટમાં આઈએએફ ટૉપ ફાઈવમાં છે અને તેનાથી ઉપર ચીનની વાયુસેના છે. પરંતુ આ લિસ્ટમાં પાકિસ્તાનની એરફોર્સનુ નામ નથી. સન 65માં જ્યારે ભારત અને પાક વચ્ચે યુદ્ધ થયુ તો એ વખતે પાકિસ્તાન પાસે અમેરિકાથી સારા ફાઈટર જેટ્સ હતા પરંતુ તેમછતાં વાયુસેના સામે પાક ટકી શક્યુ નહિ.

કેટલી દમદાર છે વાયુસેના

કેટલી દમદાર છે વાયુસેના

ભારતીય વાયુસેના પાસે અત્યારે કુલ 1750 એરક્રાફ્ટ છે. વાયુસેના અત્યારે રાફેલ, સુખોઈ, જગુઆર, મિરાજ, મિગ-21, અપાચે અટેક હેલીકૉપ્ટર અને આવા ઘણા એરક્રાફ્ટથી લેસ છે જે પળભરમાં દુશ્મનના છક્કા છોડાવી શકે છે. આ ઉપરાંત ગરુડ કમાંડો ઈન્ડિયન એરફોર્સે સપ્ટેમ્બર, 2009માં એક વિશેષ ઑપરેશનલ યુનિટની સ્થાપના કરી. જેને આજે ગરુડ કમાંડો ફોર્સના નામથી ઓળખવામાં આવે છે. 1500 પર્સનલવાળી આ કમાંડો ફોર્સ, દુશ્મનો દ્વારા છૂપાઈને રાખેલા હથિયારોની શોધ, રેસ્ક્યુ ઑપરેશનમાં અગ્રિમ મોરચે કામ કરવા, દુશ્મનોના મિસાઈલ અને રડાર પર નજર રાખવા જેવા કામોને અંજામ આપે છે

US Elections: કમલા હેરિસે માઈક પેંસને કોરોના મુદ્દે ઘેર્યાUS Elections: કમલા હેરિસે માઈક પેંસને કોરોના મુદ્દે ઘેર્યા

English summary
88 Air Force Day: Know some interesting facts about Indian Air Force day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X