For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેલી થઇ ગઇ ગંગા, ડૂબકી લગાવવાથી થઇ શકે છે કેન્સર!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ganga
નવી દિલ્હી, 25 જૂન: ગંગા પાવન છે, નિર્મલ છે, લોકોની આસ્થા અને શ્રદ્ધાનો પર્યાય છે. ગંગાની પવિત્રતાની લોકો સોગંધ ખાય છે, પરંતુ હવે ગંગા નિર્મલ રહી નથી. ગંગા પવિત્ર રહી નથી. ગંગાની પવિત્ર ડુબકી હવે લોકોને ધર્મ નહી બિમારી આપી રહી છે. જી હાં ગંગામાં ડુબકીથી તમને કેન્સર થઇ શકે છે. રિપોર્ટ ચોંકાવનારો છે, પરતુ સત્ય યોગ્ય છે કે ગંગાની પવિત્રતાને આપણે લોકોએ એટલી દૂષિત કરી દિધી છે કે હવે આ પવિત્ર નહી લોકોને કેન્સર જેવી ભયાનક બિમારી આપી રહી છે.

જો કે વડાપ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ગંગાની સફાઇ પર ભાર મૂકવાની વાત કહી ચૂક્યાં છે, પરંતુ લાગે છે કે આ દિશામાં ઝડપથી અને અપેક્ષાથી વધુ કામ કરવાની જરૂરિયાત છે. 'ધ ડિપાર્ટમેન્ટ ઓફ અટોમિક એનર્જી નેશનલ સેન્ટર ફૉર કંપોજીશનલ કેરેક્ટરાઇઝેશન ઑફ મૈટીરિયલ્સે' ગંગાના વૉટર સેમ્પલની તપાસ કરી છે, તો ચોંકાવનાર આંકડાઓ સામે આવ્યા છે. તપાસથી ખબર પડી છે કે ગંગાના પાણીમાં કેન્સર કારક તત્વ જોવા મળ્યા. આ વૉટર સેમ્પલ જાન્યુઆરી 2013માં થયેલા કુંભ મેળા દરમિયાન લેવામાં આવ્યા હતા.

અંગ્રેજી સમાચાર પત્ર 'ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના અનુસાર ગંગા 'ક્રોમિયમ 6' મળી આવ્યું છે. આ 'ક્રોમિયમ' ઝેરી પણ હોઇ શકે છે. તેના ઝેરીલા સ્વરૂપ 'હેક્સાવેલેંટ ક્રોમિયમ' કહે છે. ગંગાજળમાં તેની માત્રા સામાન્ય કરતાં લગભગ 50 ગણી વધુ હતી. રિપોર્ટ અનુસાર ક્રોમિયનની આટલી વધુ માત્રાના સંપર્કમાં આવતાં ઘણીબિમારીઓ થઇ શકે છે. તેમાંથી એક કેન્સર પણ છે.

રિપોર્ટ અનુસાર ગંગામાં ક્રોમિયમ જેવા ઝેરીલા તત્વની વધુ માત્રા કાનપુરની ફેક્ટરીમાંથી આવી રહી છે. એનસીસીએમના અનુસાર ભારતમાં એવી ટેક્નોલોજી છે. જેથી આ ઝેરીલા તત્વને પાણીમાંથી સાફ કરી શકાય છે.

English summary
The Department of Atomic Energy's National Centre for Compositional Characterisation of Materials has tested water samples from the Ganga and found the river water contained carcinogens.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X