સીએમ યોગીને મળવા માટે આ પૂજારી સૂતો-સૂતો આવી રહ્યો છે
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા માટે, મંદિરના પૂજારી દંડવત યાત્રા પર નીકળ્યા છે. મુખ્યમંત્રી યોગીને મળવાની ઇચ્છા હવે એક ઝનૂન બની રહી છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા માટે, મંદિરના પૂજારી દંડવત યાત્રા પર નીકળ્યા છે. મુખ્યમંત્રી યોગીને મળવાની ઇચ્છા હવે એક ઝનૂન બની રહી છે. આ વ્યક્તિ રસ્તા પર સુઈ સૂઈને આગળ વધી રહ્યો છે. તેમની પાસે ઘણી માંગ છે જેના માટે તેઓ મુખ્યમંત્રીને મળવા આવ્યા છે. પૂજારી કહે છે કે તે સીએમને મળ્યા વિના પાછા આવશે નહીં. આપને જણાવી દઈએ કે આ પૂજારી, જાહેર સમસ્યાઓ લઈને પીએમ મોદીને મળવા દિલ્હી ગયા હતા.

જનપદ બદાયુંને ઇસ્લામનગરના પિયારી નામદેવ મંદિરના પૂજારી રાહુલ શર્મા દંડવત યાત્રા કરી રહ્યા છે. તેમની આ યાત્રા માટે પોલીસ સુરક્ષા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પોતાની દંડવત યાત્રા અંગે પૂજારી રાહુલ શર્મા જણાવે છે કે પોતાની માંગ અંગે તેઓ પીએમ મોદીને મળવા માંગતા હતા. જેના માટે તેઓ દિલ્હી ગયા હતા પરંતુ તેમની મુલાકાત થઇ ના હતી. હવે તેઓ સીએમ યોગી આદિત્યનાથને મળવા નીકળ્યા છે.

પુજારીની માંગ છે કે દેશ પ્રદેશમાં આર્થિક સ્થિતના આધારે આરક્ષણ લાગુ કરવામાં આવે અથવા તેને બંધ કરી દેવામાં આવે. એટલું જ નહીં પરંતુ બધા જ વિધાયકોની સંપત્તિની સીબીઆઈ જાંચ કરાવવામાં આવે અને તેને મીડિયા અને જનતાની વચ્ચે રાખવામાં આવે. બધા જ લોકો માટે એક સરખું જનસંખ્યા નિયંત્રણ કાનૂન બનાવવામાં આવે અને નાનો ખેડૂત હોય કે મોટો વેપારી, બધાની દેવામાફી થવી જોઈએ. તેની સાથે સાથે તેમની બીજી પણ ઘણી માંગો રહી છે, જેના માટે તેઓ દંડવત યાત્રા કરી રહ્યા છે.
આ પણ વાંચો: Opinion Poll: યૂપીમાં ભાજપને થશે આટલી સીટોનું નુકસાન, જાણો દેશનો મૂડ












Click it and Unblock the Notifications
