For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બંગાળમાં ભાજપ માટે કામ કરશે આમ આદમી પાર્ટી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

aap
કલકત્તા, 7 જૂન: પોતાના આંતરિક કલેહ સામે ઝઝૂમી રહેલી આમ આદમી પાર્ટીનો મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીની પશ્વિમ બંગાળ એકમ સંપૂર્ણપણે સાથ છોડી દિધો છે. આપની આખી ટીમે ભારતીય જનતા પાર્ટી માટે કામ કરવાનું મન બનાવી લીધું છે.

જી હાં ભાજપે એલાન કરી દિધું છે કે પશ્વિમ બંગાળમાં આમ આદમી પાર્‍તીની રાજ્ય એકમ હવે ખતમ થઇ જશે કારણ કે બધા સભ્યો ભાજપમાં જોડાઇ ગયા છે. રાજ્યના ભાજપ અધ્યક્ષ રાહુલ સિંહાએ જાણકારી આપી કે આમ આદમી પાર્ટી હવે ખતમ થઇ ગઇ છે. તેના બધા સભ્યો અમારી પાર્ટીમાં જોડાઇ જવાનો નિર્ણય કર્યો છે.

જ્યાં ભાજપ આપના ખાત્માનો દાવો કરી રહી છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ તેનું ખંડન કર્યું છે. રાષ્ટ્રીય પરિષદના સભ્યો પ્રિંસ પાઠકે આવા સમાચારોને નકારી કાઢતાં કહ્યું હતું કે મોટાભાગના સભ્યો સક્રિય થઇને કામ કરી રહ્યાં છે અને કેટલાક લોકો ભાજપમાં જોડાઇ ગયા છે.

તો બીજી તરફ આપના દાવાઓની પોલ ખોલતાં આમ આદમી પાર્ટીના નેતા મહબૂબ જાફરીએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્રિય નેતૃત્વના કારણે જ પશ્વિમ બંગાલમાં પાર્ટી તૂટી રહી છે. મહબૂબ જાફરીએ કહ્યું કે મોટી સંખ્યામાં પાર્ટી કાર્યકર્તા પોતાની સદસ્યતા છોડીને ભાજપમાં જોડાઇ રહ્યાં છે. તમને જણાવી દઇએ કે આમ આદમી પાર્ટીએ પશ્વિમ બંગાળમાં ચાર સીટો પર ચૂંટણી લડી હતી અને બધી સીટો પર તેની ડિપોઝીટ જપ્ત થઇ ગઇ હતી.

English summary
Following the spectacular rise of the BJP in the state, the entire West Bengal unit of AAP Friday merged with it, while a senior Congress leader was likely to do so in the coming days.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X