For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જંતર-મંતર પર આજે AAPની મહારેલી, મમતા બેનરજી ભરશે હુંકાર

જંતર-મંતર પર આજે AAPની મહારેલી, મમતા બેનરજી ભરશે હુંકાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા ભાજપ વિરુદ્ધ વધુ એક મહારેલીમાં વિપક્ષી નેતા બુધવારે જંતર-મંતરમાં એકઠા થશે. આમ આદમી પાર્ટીના નેતૃ્વમાં આ દળ વિવિધ મુદ્દાઓ પર મોદી સરકારને ઘેરશે. રેલીનું આયોજન અરવિંદ કેજરીવાલની પાર્ટી કરી રહી છે. પાછલા કેટલાક દિવસોમાં કેટલીયવાર ભાજપ અને તેના નેતાઓ વિરુદ્ધ વિપક્ષી દળોનો જમાવળો જોવા મળ્યો છે.

aap

આપના દિલ્હી સંયોજક ગોપાલ રાય મુજબ રેલીમાં પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજી, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબૂ નાયડૂ, પૂર્વ પીએમ એચડી દેવગૌડા, નેશનલ કોન્ફ્રેન્સના ફારુક અબ્દુલ્લા અને એનસીપીના પ્રમુખ શરદ યાદવ ભાગ લેશે. તેમણે જણાવ્યું, સમાજવાદી પાર્ટી, ડીએમકે, રાષ્ટ્રીય જનતા દળ, રાષ્ટ્રીય લોકદળ અને અન્ય પાર્ટીઓના નેતાઓ પણ મહારેલીને સંબોધિત કરશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ રેલીમાં સામેલ થવા આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

અગાઉ મંગળવારે એક અનપૈક્ષિત ઘટનાક્રમમાં વિપક્ષી દળોની એકતા ફરી એકવાર જોવા મળી. ઉત્તર પ્રદેશા પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવને રાજ્યની ભાજપ સરકારે અલ્હાબાદ યૂનિવર્સિટીના એક કાર્યક્રમમાં સામેલ થવાથી રોકવામાં આવ્યા. આ મામલાને સમાજવાદી પાર્ટીએ જોરશોરથી ઉઠાવ્યો. જેનો અવાજ સંસદમાં પણ સંભળાયો અને દેશભરના વિપક્ષી દળોના નેતા ભાજપ સરકાર વિરુદ્ધ આ પગલાંની નિંદા કરી રહ્યા છે.

અગાઉ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂના દિલ્હીના એક દિવસીય અનશન અને અગાઉ મમતા બેનરજીના કેન્દ્ર સરકાર વિરુદ્ધના ધરણામાં પણ વિપક્ષી નેતાઓની એકજુટતા જોવા મળી હતી.

આ પણ વાંચો- યુપીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓને પ્રિયંકા ગાંધીનો સંદેશ, પક્ષપાત ખતમ કરીને એક થાઓ

English summary
AAP will conduct rally in jantar- mantar against bjp
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X