For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આરુષિ કેસઃ હેમરાજ-કૃષ્ણાનો ડીએનએ અહેવાલ કાઢશે પુરાવા

|
Google Oneindia Gujarati News

નવીદિલ્હી, 22 નવેમ્બર: આરુષિ તલવાર અને હેમરાજ હત્યાકાંડમાં સીબીઆઇને ટૂંકસમયમાં નવા પુરાવા મળી શકે છે, કારણ કે, હેમરાજ અને કૃષ્ણાનો ડીએનએ અહેવા જે મીક્સ થઇ ગયો હતો, તે હવે અલગ-અલગ કરી લેવામાં આવ્યો છે.

અમે તમને જણાવી દઇએ કે આરુષિ હત્યાકાંડ બાદ પોલીસની ફોરેન્સિક ટીમે જ્યારે તલવાર હાઉસના તમામ સામાનની બારિકાઇથી તપાસ કરી, તો આરુષિના તકિયા પર હેમરાજ અને કૃષ્ણાનુ લોહી મળ્યું હતું. આ સેમ્પલને ફોરેન્સિક ટીમે ડીએનએ તપાસ માટે મોકલી આપ્યું હતું. થોડાક દિવસ પછી ખબર પડી કે બન્નેના ડીએનએ અહેવાલ મિક્સ થઇ ગયા છે.

જેના કારણે કૃષ્ણા સાથે જોડાયેલા પુરાવાઓ શોધવામા સીબીઆઇને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ અહેવાલ પર કોર્ટે પોલીસ અને તપાસ ટીમને આકરી ફટકાર લગાવી હતી, પરંતુ હવે અહેવાલ વ્યવસ્થિત કરી લેવામાં આવ્યો છે.

હૈદરાબાદના સેન્ટર ફોર ડીએનએ ફિંગરપ્રિન્ટિગ એન્ડ ડાયગનાસ્ટિક્સના એક્સપર્ટ એસપીઆર પ્રસાદે કોર્ટમાં જણાવ્યું કે હેમરજા અને કૃષ્ણાના અલગ-અલગ ડીએનએ અહેવાલ તૈયાર કરવામાં આવ્યા છે. તકિયા પર મળેલા અલગ-અલગ લોહીના નિસાનોમાં સ્પષ્ટ અંતર જોઇ શકાય છે.

હવે જોવાનું એ છે કે આ અહેવાલ સીબીઆઇ માટે કારગર સાબિત થાય છે કે નહીં, આમ તો સીબીઆઇ માટે આ સૌતી મોટી મર્ડર મિસ્ટ્રી છે.

English summary
There was a mix up in test reports of DNA samples from pillows of Rajesh Talwar's domestic helps, Hemraj and Krishna, which was later rectified.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X