For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મર્ડર મિસ્ટ્રી: આજે થશે આરૂષિની હત્યાનો પર્દાફાશ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

aarushi-talwar
નોઇડા, 7 મે: દેશની સૌથી મોટી મર્ડર મિસ્ટ્રી, આરૂષિ-હેમરાજ હત્યાકાંડના મુદ્દે આજનો દિવસ એકદમ મહત્વ હોય શકે છે. આ ડબલ મર્ડર મિસ્ટ્રીના આરોપી રાજેશ અને નૂપૂર તલવાર આજે પોતાનું નિવેદન કોર્ટમાં નોંધાવશે. તલવાર દંપત્તિ આજે તેમના પર લાગેલા આરોપોનો પણ ખુલાસો કરશે જે સીબીઆઇની ટીમે તેમના પર લગાવ્યા છે. તલવાર દંપતિ કોર્ટમાં પોતાનું નિવેદન નોંધવતી વખતે ખુલાસો કરશે કે તેમના પર લાગેલા બધા આરોપો ખોટા છે. પાંચ વર્ષના લાંબાગાળાની રાહ અને એક કોર્ટમાંથી બીજી કોર્ટના ચક્કર ખાધા પછી કાયદાકીય કાર્યવાહી પોતાના મુકામે પહોંચી રહી છે.

સીબીઆઇ દ્વારા આરૂષિ અને હેમરાજના મર્ડરનો આરોપ લગાવ્યા બાદ રાજેશ અને નૂપૂર તલવાર પ્રથમવાર કોર્ટમાં પોતાનું નિવેદન નોંધાવશે. તલવાર દંપતિ કોર્ટમાં આજે જવાબ આપશે કે તેમના પર લગાવવામાં આવેલા હત્યાના આરોપો ખોટા છે. હત્યાના આરોપી બનાવવા બાદ રાજેશ અને નૂપૂર તલવાર કોર્ટમાં તે 13 લોકોના નિવેદનની માંગણી કરશે જેમની સાક્ષી સીબીઆઇએ નથી કરાવી. તેમાં સીબીઆઇના ઓફિસર, નોઇડા પોલીસ અને નોઇડા હોસ્પિટલના કર્મચારીનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 4 મેના રોજ તલવાર દંપતિના વકીલે કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે સીબીઆઇના પૂર્વ જોઇન્ટ ડાયરેક્ટર અને વર્તમાનમાં યૂપીના એડીજી લૉ એન્ડ ઓર્ડરના પદ પર તૈનાત અરૂણ કુમાર સહિત 13 લોકોને કોર્ટમાં બોલાવી સાક્ષી લેવામાં આવે. કોર્ટે આ અરજીને નકારી કાઢતાં 7 મેના રોજ તલવાર દંપતિને કલમ 313 હેઠળ નિવેદન દાખલ કરવવા માટે કોર્ટમાં હાજર રહેશે.

English summary
The special CBI court hearing the Aarushi-Hemraj murder case will record statements of the dentist couple Rajesh and Nupur Talwar today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X