For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આરૂષિ-હેમરાજ હત્યાકાંડમાં દલીલોનો અંત, 25 નવેમ્બરે ચૂકાદો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાજિયાબાદ, 12 નવેમ્બર: ગાજિયાબાદ સ્થિત કેન્દ્રિય તપાસ બ્યૂરો (સીબીઆઇ)ની વિશેષ કોર્ટે નોઇડાના ચર્ચિત આરૂષિ-હેમરાજ હત્યાકાંડની સુનાવણી મંગળવારે પુરી થઇ ગઇ. હત્યાકાંડમાં કોર્ટ 25 નવેમ્બરના રોજ પોતાનો ચૂકાદો સંભળાવશે.

કેસમાં આરોપી આરૂષિના માતા-પિતા રાજેશ તલવાર અને નુપૂર તલવારના વકીલ દ્વારા ચર્ચા પુરી થયા બાદ કોર્ટે પોતાનો ચૂકાદો 25 નવેમ્બર સુધી પેન્ડિંગ કરી દિધો છે. બચાવપક્ષના વકીલનું કહેવું છે કે કેસમાં સીબીઆઇએ પુરાવા સાથે છેડછાડ કરી કરી તલવાર દંપતીને ફસાવ્યા છે.

aarushi-talwar

અત્રે ઉલ્લેખનીય છે કે 15 મે 2008ના રોજ આરૂષિ અને નોકર હેમરાજની લાશ રાજેશ તલવારના નોઇડા સ્થિત ઘરમાંથી મળી આવી હતી. આ કેસની તપાસ પહેલાં નોઇડા પોલીસ કરી રહી હતી. પછી તેને સીબીઆઇને સોંપવામાં આવી. સીબીઆઇએ એક-એક કડીને જોડતાં હત્યાના આરોપી તલાવાર દંપતીને બનાવ્યા છે.

સીબીઆઇની દલીલ છે કે આરૂષિ અને હેમરાજને આપત્તિજનક સ્થિતીમાં જોતાં દંપતિએ ગુસ્સામાં બંનેની હત્યા કરી દિધી. સીબીઆઇએ કોર્ટમાં એમ કહ્યું હતું કે તલવાર દંપતિએ પુરાવા નષ્ટ કરવા અને તપાસને ગેરમાર્ગે દોરવામાં કોઇ કસર છોડી નથી.

English summary
A special CBI court on Tuesday said the verdict in the Aarushi-Hemraj double murder case will be pronounced on November 25.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X