For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વૉટ્સએપ જાસૂસી મામલે કેન્દ્ર સરકારે આપ્યો આ જવાબ

સરકારને ઈઝરાયેલાના એનએસઓ ગ્રુપ પાસેથી પેગાસસ (Pegasus) સ્પાયવેર ખરીદવા વિશે સવાલ પૂછવામાં આવ્યો છે જેના પર સરકારે પણ જવાબ આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

સરકારને ઈઝરાયેલાના એનએસઓ ગ્રુપ પાસેથી પેગાસસ (Pegasus) સ્પાયવેર ખરીદવા વિશે સવાલ પૂછવામાં આવ્યો છે જેના પર સરકારે પણ જવાબ આપ્યો છે. આ એ જ જાસૂસી સૉફ્ટવેર છે જેના દ્વારા ભારત સહિત ઘણા દેશો વચ્ચે 1,400 લોકોની ચેટની જાસૂસી કરવામાં આવી છે. જેમાં પત્રકાર અને કાર્યકર્તા પણ શામેલ છે. આ મામલે કાર્યકર્તા સૌરવ દાસે 23 ઓક્ટોબરના રોજ એક આરટીઆઈ દાખલ કરી હતી.

whatsapp

જેમાં તેણે પૂછ્યુ હતુ કે શું ભારત સરકારે એનએસઓ ગ્રુપ પાસેથી પેગાસસ સૉફ્ટવેરને ખરીદી લીધુ છે કે પછી તેને ખરીદવાના આદશ આપ્યા છે. આના જવાબમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 31 ઓક્ટોબરે કહ્યુ, 'આ રીતની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. આના જવાબ માટે જો કોઈ અપીલ કરવી હોય તો 30 દિવસની અંદર કરી શકાય છે.' આ હેકિંગ કે પછી જાસૂસી વિશે ખુદ વૉટ્સએપે પુષ્ટિ કરી છે.

વૉટ્સએપે શું કહ્યુ?

વૉટ્સએપે આની માહિતી પોતાના બ્લૉગમાં આપતા કહ્યુ કે જાસૂસી માટે વીડિયો કૉલિંગ કરવામાં આવ્યો અને પેગાસસ નામના સૉફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યુ છે. વૉટ્સએપે ઈઝરાયેલના એનએસઓ ગ્રુપ સામે ફેડરલ કોર્ટ, સૈન ફ્રાન્સિસકોમાં કેસ ફાઈલ કરવામાં આવ્યો છે. જે લોકોની જાસૂસી થઈ તેમના ફોન પર માલવેયર (વાયરસ) મોકલવામાં આવ્યા. આ જાસૂસી એપ્રિલ-મે, 2019 વચ્ચે થઈ. આરટીઆઈનો જવાબ એવા સમયમાં આવ્યો છે જ્યારે આ જાસૂસી માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યુ છે. આ મામલે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદનુ કહેવુ છે કે સરકાર વૉટ્સએપ પર ભારતીય નાગરિકોની ગોપનીયતાના ઉલ્લંઘનથી ચિંતિત છે. આના માટે મેસેજિંગ પ્લેટફોર્મથી જવાબ માંગવામાં આવ્યો છે.

વૉટ્સએપ કેવી રીતે બન્યુ નિશાન?

પેગાસસની મદદથી કોઈ પણ ફોનને હેક કરવાની ઘણી રીતો હોય છે. આના માટે ઘણી વાર હેકર્સ લિંકની મદદ લે છે તો ઘણી વાર એપ ઈન્સ્ટોલ કરાવવામાં આવે છે. વૉટ્સએપ મામલે કોલિંગ ફીચરની મદદ લેવામાં આવી હતી. સૉફ્ટવેરને ફોનમાં ઈન્સ્ટોલ કરવા માટે વૉટ્સએપના વીડિયો અને ઑડિયો કોલિંગ ફીચરનો ઉપયોગ થયો છે.

શું બોલ્યા રાહુલ ગાંધી?

આના પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યુ છે, સરકાર વૉટ્સએપથી પૂછી રહી છે કે કોણે પેગાસસ ખરીદીને ભારતીય નાગરિકોની જાસૂસી કરી છે, આ તો એવુ છે જેમ મોદી ડસૉને પૂછે કે રાફેલ વિમાન ખરીદીને કોણે પૈસા બનાવ્યા. માહિતી માટે જણાવી દઈએ કે સરકારે વૉટ્સએપને 4 નવેમ્બર સુધી જવાબ આપવા માટે કહ્યુ છે.

આ પણ વાંચોઃ સગીરને સ્કૂલની બહાર લાવી મહિલા ટીચર કારની પાછલી સીટમાં બનાવવા લાગી સંબંધઆ પણ વાંચોઃ સગીરને સ્કૂલની બહાર લાવી મહિલા ટીચર કારની પાછલી સીટમાં બનાવવા લાગી સંબંધ

English summary
activist asked government of india whether they purchased or order Pegasus software from NSO Group of isreal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X