For Quick Alerts
For Daily Alerts
પીએફ માટે પણ આધાર કાર્ડ જરૂરી
નવી દિલ્હી, 27 ડિસેમ્બરઃ જો તમે વિચારતા હોવ કે આધાર એટલે કે યૂનિક આઇડેન્ટિફિકેશન(યૂઆઇડી) નંબરની જરૂર દેશના ગરીબ અને સરકારી યોજનાઓના લાભ લેવા માટે જ છે, તો તમે ખોટા છો. હવે ઉચ્ચ અને મધ્યમ વર્ગના પગાર લેતા કર્મચારીઓ અને પેન્શનર્સને પોતાની રિટાયરમેન્ટ સેવિંગ્સ માટે પણ આધાર કાર્ડની જરૂર રહેશે. તાજેતરમાં જારી કરવામાં આવેલા એક પરિપત્ર અનુસાર શ્રમ મંત્રાલયએ કર્મચારી ભવિષ્ય નીધિ સંગઠન(ઇપીએફઓ)ને નિર્દેશ કર્યો છે કે તે 31 ડિસેમ્બર સુધીમાં 43 શહેરોના કર્મચારીઓના બેન્ક એકાઉન્ટ સાથે આધાર નંબરને પણ જોડે.
પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે ઇપીએફઓની વિભિન્ન યોજનાઓનો લાભ લેનારા લોકોના બેન્ક એકાઉન્ટ સાથે આધાર નંબરને પણ જોડવામાં આવે તેની તત્કાળ જરૂર છે. શ્રમ મંત્રાલયને નિર્ણય કર્યો છે કે 43 શહેરોના કર્મચારીઓ માટે આધાર નંબર જોડવાનું કામ 31 ડિસેમ્બર 2012 સુધીમાં પુરુ કરવામાં આવે અને બાકીના શહેરોના કર્મચારીઓ માટે પણ આ કામ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવે. આઇપીએફઓની યોજનાઓમાં પ્રોવિડેન્ટ ફંડ અને પેન્શન પર શામેલ છે.
જો કે પરિપત્રમાં એવું જણાવવામાં આવ્યું નથી કે કર્મચારી પાસે આધાર નંબર ના હોય તેવી સ્થિતિમાં શું કરવું. નોંધનીય છે કે અત્યારસુદીમાં દેશમાં માત્ર 22 કરોડ આધાર નંબર જ જારી કરવામાં આવ્યા છે.