For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાગવત સમક્ષ અડવાણીએ ભાજપ મુદ્દે બળાપો ઠાલવ્યો

|
Google Oneindia Gujarati News

advani-mohan-bhagwat
નવી દિલ્હી, 20 જૂન : બુધવારની બેઠક મુલતવી રહ્યા બાદ આજે ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક મોહન ભાગવત સાથે મુલાકાત યોજી હતી. આ મુલાકાતમાં તેમણે ભાજપમાં કરવામાં આવતી તેમની ઉપેક્ષા અંગેનો બધો જ બળાપો અને નારાજગી ઠાલવી હોવાનું જાણવા મળે છે.

નવી દિલ્હીમાં મોહન ભાગવત અને અડવાણી વચ્ચેની બંધ બારણે યોજાયેલી મુલાકાત અંદાજે સવા કલાક સુધી ચાલી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મુલાકાતમાં ભાજપમાં વર્તમાન પરિસ્થિતિની સાથે આગામી લોકસભા ચૂંટણી સહિતના વિવિધ મુદ્દે ગંભીર ચર્ચા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીની ચૂંટણી પ્રચાર સમિતિની કમાન સોંપાયા બાદ નારાજ અડવાણી સાથે સંઘનાં પ્રમુખની આ પહેલી મુલાકાત હતી. બેઠકમાં પક્ષની હાલની પરિસ્થિતી અંગે ચર્ચા કરવામાં આવી છે. આ મુલાકાત બુધવારે થવાની હતી પરંતુ અડવાણીની તબીયત ખરાબ હોવાને કારણે તે થઈ શકી નહોતી.

નોંધનીય છે કે સંઘના મોહન ભાગવતની દરમિયાનગીરી બાદ જ અડવાણી તેમનુ રાજીનામુ પાછું ખેંચવા માટે રાજી થયા હતા. તે સમયે એવું નક્કી થયું હતું કે ભાગવતની દિલ્હી મુલાકાત સમયે બંને વચ્ચે બેઠક યોજાશે. બુધવારે આ બેઠક પર સૌની નજર હતી પરંતુ આ મુલાકાત મુલતવી રહી. આ દરમિયાન બુધવારે ભાજપના પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરીએ મોહન ભાગવત સાથે મુલાકાત યોજી હતી.

English summary
Advani meets Bhagwat, discuss important issues.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X