For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

80 હજાર કરોડમાં 400 પ્લેન ખરીદશે એરફોર્સ

By Super
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 5 ફેબ્રુઆરીઃ રક્ષામંત્રી એકે એન્ટોનીએ નવમા એયરો ઇન્ડિયા 2013 કે જે અહીંના એરફોર્સ સ્ટેશન યેલહાન્કા ખાતે 6 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહ્યો છે, તેનું ઉદ્દઘાટન કર્યું છે. આ પહેલા વાયુસેનાના ચીફ માર્શલ બ્રાઉને જણાવ્યા પ્રમાણે ભારતીય વાયુસેનાએ એક મોટી સામરિક શક્તિ તરીકે બહાર આવવાના હેતુથી અંદાજે 80 હજાર કરોડ રૂપિયાના ખર્ચે 400 વિમાન અને હેલિકોપ્ટર ખરીદવાની યોજના બનાવી છે.

aero-india-2013
વાયુસેના પ્રમુખ એરચીફ માર્શલ એન એ કે બ્રાઉને એશિયાના દક્ષિણ એશિયાના સૌથી મોટા વિમાન મેળા, એયરો ઇન્ડિયા 2013નાં ઉદ્દઘાટનના એક દિવસ પહેલા આ આંતરરાષ્ટ્રીય એયરોસ્પેસ સેમિનારમાં પોતાની આ ઘોષણાથી વિમાન કંપનીઓ સામે તકોની ભરમાર ઉભી કરી દીધી છે. તેમણે કહ્યું કે, 12મી યોજનામાં વાયુસેનાએ વિભિન્ન પ્રકારના 350થી 400 વિમાન ખરીદવાની યોજના તૈયાર કરી છે અને આ ખરીદારીઓથી ભારતના નિજી ઉદ્યોગ અને વિશેષ રીતે વિમાન કંપનીઓને ઘણો લાભ થશે.

ભારતમાં વિમાનોના વિકાસના કામમાં ખાનગી ક્ષેત્રને સામેલ કરવા માટે વાયુસેના પ્રમુખે કહ્યું કે, આગામી મહિને 56 વિમાનોની ખરીદારી માટે ટેન્ડર જાહેર કરવામાં આવશે. આ વિમાન સંપૂર્ણ રીતે ખાનગી ક્ષેત્રમાં વિકસિત કરવામાં આવશે. આ પહેલીવાર છે કે જ્યારે હિન્દુસ્તાન એયરોનોટિક્સની સામે ખાનગી ક્ષેત્ર એક પ્રતિદ્વંદી તરીકે બહાર આવશે.

આવનારા સમયમાં વાયુ સેનાના ઝલક આફતા એરચીફ માર્શલ બ્રાઉને જણાવ્યું કે, વિશાળકાય વિમાન સી-17 ગ્લોબમાસ્ટર જૂનમાં ભારત આવશે અને ત્યાર બાદ દર મહિને એક એક કરીને આ વિમાન અમેરિકાથી આવશે. આ વર્ષના અંત સુધીમાં સી-17 ગ્લોબમાસ્ટર વિમાનોનું એક સ્ક્વેડન તૈયાર કરવામાં આવશે. ભારતીય વાયુ સેનાના પાયલોટ્સની બુનિયાદી ટ્રેનિંગ માટે ખરીદવામાં આવેલા પહેલા પિલાટ્સ વિમાન પર હૈદરાબાદ પહોંચી ગયા છે અને તેણે પણ એરશોમાં પોતાની ભાગીદારી માટે અહીંથી ઉડાન ભરી લીધી છે.

વાયુસેનાએ 11મી યોજનામાં અંદાજે 28 અરબ ડોલરના સૌદા કર્યા છે. જેમાં 15.5 અરબ ડોલરના સોદા ભારતીય કંપનીઓ સાથે કર્યા છે. આ રીતે કુલ 66 ટકા ભાગ ભારતીય કંપનીઓના હકમાં છે. વિદેશી કંપનીઓ સાથે થનારા સોદામાં પણ વાયુસેનાએ ભારતીય ઉદ્યોગો માટે ઘણા રોકાણ આકર્ષિત કર્યા છે. વાયુસેના પ્રમુખે જણાવ્યા પ્રમાણે હાલના સમયે 14 ઓફસેટ કરાર કરવામાં આવ્યા જેની ગણતરી સાડાત્રણ અરબ ડોલર હતી.

સ્વદેશી વિમાન નિર્માણના મોર્ચા પર રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠનના પ્રમુખ ડો. વિજય કુમાર સારસ્વતે જણાવ્યું કે દેશના નાજુક લડાકુ વિમાન તેજસને 2000 ઉડાનો પૂર્ણ કરી લીધી છે અને નૌસેના માટે વિકસિત કરવા માટે એલસીએ, નેવી વિમાનના પરીક્ષણ ઉડાનો પણ પૂર્ણ થઇ ગઇ છે.

રક્ષામંત્રી એકે એન્ટેનીએ સ્વદેશી રક્ષા ઉદ્યોગને સરકારે સંપૂર્ણ સમર્થનને વિશ્વાસ અપાવ્યો છે, પરંતુ તેમણે આ વાતનો અફસોસ વ્યક્ત કર્યો છે કે દેશમાં શોધ અને વિકાસ પર એટલું રોકાણ થયું નથી જેટલું એક ઉભરતી અર્થવ્યવસ્થાએ કરવા જોઇએ. તેમણે કહ્યું કે, હું શોધ અને વિકાસ પર સરકાર તરફથી થઇ રહેલા ખર્ચથી સંતુષ્ઠ નથી. આપણે આ દિશામાં વધારે રોકાણ કરવું જોઇએ. એન્ટનીએ રક્ષા વૈજ્ઞાનિકોની ઉપલબ્ધીઓ માટે તેમને શાબાશી આપી છે પરંતુ પરિયોજનાઓમાં વધારે સમય લાગતા ફટકાર પણ લગાવી છે. તેમણે કહ્યું કે, પરિયોજનામાં થઇ રહેલું મોટું એ ખરેખર મોટી સમસ્યા છે. હું ક્યારથી સાંભળી રહ્યો છું કે તેજસને આરંભિક ઉડાન સ્વિકૃતિ મળી ગઇ છે અને બીજી આરંભિક ઉડાન સ્વિકૃતિ મળવાની છે, પરંતુ મને અંતિમ ઉડાન સ્વિકૃતિની આતુરતાથી રાહ છે. તેમાં ઝડપ લાવો.

રક્ષામંત્રીએ ઉદ્યોગોને આગાહ કર્યા છે કે ભારતમાં સસ્તા શ્રમ અને સસ્તા પ્રાકૃતિક સંસાધન ઉપલબ્ધ છે, પરંતુ બન્ને સસ્તી વસ્તુઓ વધારે સમય નહીં મળે. આ સ્થિતિ માટે ઉદ્યોગોએ તૈયાર રહેવાની જરૂર છે.

English summary
Defence Minister A.K. Antony will inaugurate the ninth edition of Aero India 2013 at Air Force Station Yelahanka, tomorrow (February 6) with an exhibition area nearly double of what it was in 2011.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X