સાયરસ મિસ્ત્રીની જગ્યાએ ઇશાત હુસેનને બનાવાયા ટીસીએસના અંતરિમ ચેરમેન

Subscribe to Oneindia News

ટાટા ગ્રુપના ચેરમેન પદેથી સાયરસ મિસ્ત્રીને હટાવાયા બાદ ઇશાત હુસેનને ટાટા કંસલ્ટંસી સર્વિસીઝના અંતરિમ ચેરમેન બનાવવામાં આવ્યા છે. આ અનુસંધાનમાં દરેક સંબંધિત લોકોને જરુરી આદેશ આપી દેવામાં આવ્યા છે.

ishat


ટીસીએસ ટાટા ગ્રુપની કંપની છે. ટાટા ગ્રુપના સાયરસ મિસ્ત્રીને હટાવાયા બાદ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ઇશાત 1 જુલાઇ 1999 એ ટાટા સંસના બોર્ડમાં એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર તરીકે આવ્યા હતા અને 28 જુલાઇ 2000 ના દિવસે ટાટા સંસ લિમિટેડના ફાઇનાંસ ડાયરેક્ટર બન્યા હતા.


ટાટા સંસમાં જોડાતા પહેલા તે આશરે 10 વર્ષ સુધી ટાટા સ્ટીલમાં સીનિયર વાઇસ પ્રેસિડંટ અને એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર હતા. ટાટા સંસ લિમિટેડના બોર્ડમાં જોડાવાની સાથે તેઓ વોલ્ટાસ લિમિટેડ અને ટાટા સ્કાઇ લિમિટેડના પણ ચેરમેન છે.

English summary
After sacking Cyrus Mistry Tata Consultancy Services appoints Ishat Hussain as Interim TCS chief.
Please Wait while comments are loading...