ટ્વિટર, ફેસબૂક પછી હવે યુટ્યુબ પર પ્રિયંકા ગાંધીની એન્ટ્રી
કોંગ્રેસ મહાસચિવની જવાબદારી સંભાળ્યા પછી પ્રિયંકા ગાંધી હવે રાજનીતિમાં સક્રિય થઇ ચુકી છે. રાજનીતિ પહેલા સોશ્યિલ મીડિયાથી દૂર રહેનાર પ્રિયંકા ગંધાએ હવે સોશ્યિલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહી છે.
કોંગ્રેસ મહાસચિવની જવાબદારી સંભાળ્યા પછી પ્રિયંકા ગાંધી હવે રાજનીતિમાં સક્રિય થઇ ચુકી છે. રાજનીતિ પહેલા સોશ્યિલ મીડિયાથી દૂર રહેનાર પ્રિયંકા ગંધાએ હવે સોશ્યિલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહી છે. લોકસભા ચૂંટણીમાં લોકો સાથે જોડાવવા માટે પ્રિયંકા ગાંધી સોશ્યિલ મીડિયા પર આવી રહી છે. પ્રિયંકા ગાંધીના ટ્વિટર પર આવતા જ 25 લાખ કરતા પણ વધારે ફોલોવર્સ થઇ ગયા. હવે પ્રિયંકા ગાંધી યુટ્યુબ પર પણ આવી ચુક્યા છે. યુટ્યુબ ઘ્વારા તેઓ પોતાની વાત જનતા સુધી પહોંચાડશે. પ્રિયંકા ગાંધીના યુટ્યુબ પર આવવાની આધિકારિક ઘોષણા કોંગ્રેસ નેતા દિપક સિંહએ પોતાના ટ્વિટર હેન્ડલ પર કરી.
આ પણ વાંચો: કોંગ્રેસે યુપીમાં 2009 નો પ્લાન બનાવ્યો, 26 સીટો પર ફોકસ કરશે

યુટ્યુબ સબસ્ક્રાઈબર સંખ્યા હજારો સુધી પહોંચી
યુટ્યુબ પર પ્રિયંકા ગાંધીના આવતા જ તેમના ચેનલ પર સબસ્ક્રાઈબર સંખ્યા એક જ દિવસમાં 1500 કરતા પણ વધારે નીકળી ગઈ છે. સૂત્રો ઘ્વારા મળતી જાણકારી અનુસાર રાહુલ ગાંધી જેમ પ્રિયંકા ગાંધીના ભાષણોનું પણ લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. પ્રિયંકા ગાંધી યુટ્યુબ ઘ્વારા લોકો સુધી પોતાની વાત પહોંચાડશે.

સૌથી પહેલા ટ્વિટર પર એન્ટ્રી, દર કલાકે 10 હજાર ફોલોવર્સ
પ્રિયંકા ગાંધીની ટ્વિટર પર એન્ટ્રી થતા જ તેના ફોલોવર્સની સંખ્યા વધી જ રહી છે. પ્રિયંકા ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ @priyankagandhi નામથી છે. પ્રિયંકા ગાંધીના ટ્વિટર એકાઉન્ટથી હજુ સુધી કોઈ ટવિટ નથી કરવામાં આવ્યું, પરંતુ તે 7 લોકોને ફોલો કરી રહી છે. પ્રિયંકા ગાંધી વાડ્રા તેમના એકાઉન્ટ્સ કોંગ્રેસ, અહમદ પટેલ, રણદીપ સિંહ સુરજેવાલા, જ્યોતિરાદિત્ય સિંધિયા અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને ફોલો રહી છે. આ સિવાય, પ્રિયંકા ગાંધી સચિન પાયલોટ અને અશોક ગેહલોટને પણ ફોલો કરે છે.

વિપક્ષી પાર્ટીઓને જોરદાર ઝાટકો
રાજનીતિમાં આવ્યા પછી પ્રિયંકા ગાંધીએ સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર, ફેસબૂક અને યુટ્યુબ પર શાનદાર શરૂઆત કરી છે. જેને કારણે યુપી સહીત આખા દેશમાં તેની ચર્ચા થઇ રહી છે. તેનાથી વિપક્ષી પાર્ટીઓને જોરદાર ઝાટકો પણ લાગ્યો છે. કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વી યુપી પ્રભારી પ્રિયંકા ગાંધીએ રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિને મજબૂત કરવા માટે પોતાના પ્રયત્નો શરૂ કરી દીધા છે.












Click it and Unblock the Notifications
