For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટીવી પ્રચારમાં ભાજપ પહેલા નંબરે, નેટફ્લિક્સ અને એમેઝોન પણ પાછળ

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે બધી જ પાર્ટીઓ વધારેમાં વધારે પ્રચાર કરવામાં લાગી છે.

|
Google Oneindia Gujarati News

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે બધી જ પાર્ટીઓ વધારેમાં વધારે પ્રચાર કરવામાં લાગી છે. ટીવી પર બધી જ પાર્ટીઓ ભરપૂર પ્રચાર-પ્રસાર કરવામાં લાગી છે. આ પ્રચારમાં ભાજપે બધાને જ પાછળ છોડી દીધા છે. ભારતીય જનતા પાર્ટી ટેલિવિઝન પર સૌથી વધારે એડ આપતી પાર્ટી બની ચુકી છે. ટીવી પર ભાજપે એટલા બધા વિજ્ઞાપન આપ્યા છે કે નેટફ્લિક્સ અને એમેઝોન જેવી ગ્લોબલ કંપનીઓ પણ પાછળ પડી ગઈ છે.

bjp

હાલમાં જ બ્રોડ કાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) ઘ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ભાજપ બધાને પાછળ છોડીને ટીવી પર સૌથી મોટી વિજ્ઞાપનદાતા બની ચુકી છે. નેટફ્લિક્સ, ટ્રિવગો, હિન્દુસ્તાન લીવર અને એમેઝોન જેવી ગ્લોબલ કંપનીઓ પણ આ મામલે ભાજપથી પાછળ રહી ગઈ છે. પહેલા અઠવાડિયામાં ભાજપ પહેલા નંબરે હતી. પરંતુ 16 નવેમ્બર પછી તે બધી જ ચેનલોમાં એડ મામલે પહેલા નંબરે આવી ગઈ.

આ પણ વાંચો: સુષ્મા સ્વરાજનું મોટું એલાન, આવનારી લોકસભા ચૂંટણી નહીં લડે

જયારે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ જાહેરાતો આપવામાં ટોપ 10 લિસ્ટમાં પણ નથી આવતી. ટોપ 10 લિસ્ટમાં ભાજપ, નેટફ્લિક્સ, ટ્રિવગો, સંતુર સોપ, ડેટ્રોલ લીકવીડ સોપ, કોલગેટ ડેન્ટલ ક્રીમ, ડેટ્રોલ ટોયલેટ સોપ, એમેઝોન પ્રાઈમ વીડિયો, અને રુપ મંત્ર આયુર ફેસ ક્રીમ છે. પાંચ રાજ્યોમાં ચૂંટણી વિશે વાત કરવામાં આવે તો છત્તીસગઢમાં મતદાન પૂરું થઇ ચૂક્યું છે. મધ્યપ્રદેશ અને મિઝોરમમાં 28 નવેમ્બરે વોટિંગ થશે, જયારે રાજસ્થાન અને તેલંગાણામાં 7 ડિસેમ્બરે વોટિંગ થશે.

આ પણ વાંચો: સ્ટેચ્યૂ ઑફ યુનિટી સાથે જોડાયેલ 20 રસપ્રદ તથ્યો જાણો

English summary
Ahead Of Major Elections, BJP Becomes Top Advertiser On Indian Television, Beats Netflix And Trivago
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X