For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Jioને ટક્કર આપવા Airtelએ રજૂ કર્યા બે ધમાકેદાર પ્લાન, સાથે જ મળશે 4 લાખની ફ્રી ગિફ્ટ

Jioને ટક્કર આપવા Airtelએ રજૂ કર્યા બે ધમાકેદાર પ્લાન, સાથે જ મળશે 4 લાખની ફ્રી ગિફ્ટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોથી મળી રહેલી ટક્કરને કારણે યૂઝર બેસને લઈ એરટેલ ભારે મુશ્કેલીમાં છે. જિયોના લોભામણા પ્લાનના કારણે જ એરટેલે નવા તો ઠીક જૂના ગ્રાહકોને સાચવી રાખવા પણ પડકારજનક થઈ ગયું છે. જિયોથી મળી રહેલી આકરી ટક્કર વચ્ચે એરટેલે પોતાના યૂઝર્સ માટે ધમાકેદાર પ્લાન્સ રજૂ કર્યા છે. જિયોએ પોતાના યૂઝર્સ માટે બે શ્રેષ્ઠ પ્લેન રજૂ કર્યા છે. જિયોના આ પ્લાનની સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા તો મળશે, સાથે જ 4 લાખ રૂપિયાનો ફ્રી ઈન્સ્યોરન્સ પણ મળી રહ્યો છે.

Airtelનો ધમાકેદાર પ્લાન

Airtelનો ધમાકેદાર પ્લાન

હાલમાં જ ટેરિફ હાઈક બાદ એરટેલે પોતાના યૂઝર્સને લોભાવવા માટે બે શ્રેષ્ઠ પ્લાન રજૂ કર્યા છે. આ પ્લાન રજૂ કરવાનો ઉદ્દેશ્ય માત્ર રિલાયન્સ જિયોને પડકાર ફેંકવો નથી બલકે પ્રીપેડ પ્લાન્સ મોંઘા થયા બાદ તેમના સબ્સક્રાઈબર બેસમાં કમી ના આવે તે નક્કી કરવાનો છે. એરટેલે પ્રીપેડ યૂઝર્સ માટે 279 રૂપિયા અને 379 રૂપિયા વાળા બે પ્લાન રજૂ કર્યા છે.

આ પ્લાનમાં શું ખાસ છે

આ પ્લાનમાં શું ખાસ છે

એરટલે 379 રૂપિયાવાળા પ્લાનને રજૂ કર્યો છે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. કોઈપણ પ્રકારની FUP લિમિટ વિના પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. યૂઝર્સને આ પ્લાન સાથે કોઈપણ નેટવર્ક માટે અનલિમિટેડ કોલિંગ ઑફર કરવામાં આવી રહ્યા છે. જ્યારે 900 Free SMS મળશે. આ ઉપરાંત યૂઝર્સને વિંક મ્યૂઝિક, એરટેલ એક્સટ્રીમ એપના ફ્રી સબ્સક્રિપ્શનની સાથે FASTag ખરીદી પર 100 રૂપિયાનું કેશબેક પણ મળશે. જ્યારે 279 રૂપિયા વાળા પ્લાનમાં યૂઝરને દરરોજ 1.5 જીબી ડેટા, 100 ફ્રી એસએમએસ અને ફ્રી અનલિમિટેડ કૉલિંગની સુવિધા મળી રહી છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.

પ્લાન સાથે 4 લાખનો ફ્રી ઈન્સ્યોરન્સ

પ્લાન સાથે 4 લાખનો ફ્રી ઈન્સ્યોરન્સ

એરટેલને 279 રૂપિયાવાળા રિચાર્જ પ્લાન સાથે યૂઝર્સને 4 લાખ રૂપિયા સુધીનો ફ્રી ઈન્સ્યોરન્સ મળી રહ્યો છે. આ પ્લાન સાથે યૂઝર્સને એચડીએફસી લાઈફ તરફથી 4 લાખ રૂપિયાનો ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સ આપવામાં આવી રહ્યો છે. યૂઝર્સને આકર્ષિત કરવા માટે એરટેલે આ પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનમાં બાકી સુવિધાઓ એરટેલના 249 રૂપિયાવાળા પ્લાન જેવી જ છે. જણાવી દઈએ કે હાલમાં જ એરટેલે ટેરિફ પ્લાન મોંઘા કર્યા છે. એરટેલે 6 ડિસેમ્બરથી પોતાના ટેરિફ પ્લાન મોંઘા કરી દીધા છે.

આજે પણ પેટ્રોલ-ડીઝલ મોંઘા થયાં, જાણો 3 જાન્યુઆરીના રેટઆજે પણ પેટ્રોલ-ડીઝલ મોંઘા થયાં, જાણો 3 જાન્યુઆરીના રેટ

English summary
airtel launched 2 new tariff plan with 4 lakh insurance
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X