For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિજળીમાં કાપને કારણે વસ્તીમાં થાય છે વધારો: અજીત પવાર

|
Google Oneindia Gujarati News

ajit pawar
મુંબઇ, 8 એપ્રિલ: એકવાર ફરી કૃષિમંત્રી શરદ પવારના ભત્રીજા અજીત પવારે પોતાના એક ભાષણના કારણે વિવાદમાં સપડાયા છે. તેમણે એક સભાને સંબોધતી વખતે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

પૂણેના ઇંદાપૂર ગામમાં એક સભાને સંબોધિત કરતા અજીત પવારે જણાવ્યું કે એક વ્યક્તિ 55 દિવસથી બંધથી પાણી છોડવાની જીદ સાથે ભૂખ હડતાળ કરી રહ્યો છે. શું આ બધું કરીને તેને પાણી મળી જશે. જ્યારે પાણી છે જ નહીં તો તેને મળશે શું, શું હવે પેશાબ કરવાનું શરૂ કરી દઇએ, જોકે વગર પાણીએ તો પેશાબ પણ નથી થતો.

એટલું જ નહી અજીત પવારની જીબ આટલું કહેતા અટકી નહીં તેમણે વિજળીની લોડ શેડિંગ માટે પણ કહ્યું કે આજ કાલ રાત્રે બે વાગ્યે વીજળી કપાઇ જાય છે, જેના કારણે બાળકો વધારે પેદા થાય છે. જ્યારે લોકો પાસે કોઇ કામ નહીં હોય તો લોકો આ જ કામ કરશે ને?

જોકે ખેડૂતો પર અને અકાળગ્રસ્ત લોકો પર પવારની ટિપ્પણી પર ભારે વિવાદ સર્જાઇ ગયો છે. જોકે પરિસ્થિતિ વધુ બગડતા જોઇ પવારે યુ ટર્ન લઇ લીધો અને લોકો પાસે માફી પણ માગી લીધી.

પવારે જણાવ્યું કે ઇંદાપૂર ગામમાં એક સભા દરમિયાન મારા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી દુષ્કાળગ્રસ્ત લોકો પર કેન્દ્રીત ન્હોતી. જો મારા દ્વારા રાજ્યના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો એનું મને દુ:ખ છે માટે હું તેમની માફી માગુ છું.

English summary
Ajit Pawar apologises for shocking remark: 'If no water in dam, do we urinate in it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X