For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અજમલ કસાબનો શબ્દ: મારી કોઇ ઇચ્છા નથી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

kasab
મુંબઇ, 21 નવેમ્બર: મુંબઇ હુમલાના આતંકવાદી અજમલ કસાબને બુધવારે ફાંસી આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ અજમલ કસાબને પુણેની યરવડાની જેલમાં લાવ્યા બાદ આજે સવારે લગભગ 7:30 વાગે ફાંસીની સજા આપવામાં આવી છે. ફાંસીએ ચડાવતાં પહેલાં અજમલ કસાબને તેના અંતિમ શબ્દોમાં કહ્યું હતું કે મારી કોઇ ઇચ્છા નથી, ના તો કોઇ ચાહત છે.

ડૉક્ટરોએ અજમલ કસાબને મૃત જાહેર કર્યો છે. અજમલ કસાબને સોમવારે પુણેની જેલમાં લાવવામાં આવ્યો હતો. અજમલ કસાબ મુંબઇની આર્થર રોડ જેલમાં બંધ હતો, જ્યાંથી તેને પુણેની જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો.

રાષ્ટ્રપતિએ મુંબઇ 26/11 હુમલાના ગુનેગાર આમિર અજમલ કસાબની દયાની અરજી નકારી કાઢી હતી. અજમલ કસાબે ફાંસીથી બચવા માટે રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી આપી હતી. પરંતુ રાષ્ટ્રપતિએ તેને નકારી કાઢી હતી.

રાષ્ટ્રપતિએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સલાહ બાદ અજમલ કસાબની દયાની અરજીને નકારી કાઢી હતી. અજમલ કસાબની દયાની અરજીને નકારી કાઢવાના તમામ દસ્તાવેજો પર રાષ્ટ્રપતિની સહીઓ થઇ ગઇ હતી. રાષ્ટ્રપતિએ મહારાષ્ટ્રના ગૃહ મંત્રાલયને દયા અરજીને નકારી કાઢ્યાના બે મહિના બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મિડીયાને મળતી માહિતી મુજબ જેલ સૂત્રોએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્રારા દયાની અરજીએ નકારી કાઢ્યા બાદ અજમલ કસાબને ફાંસીએ ચઢાવતાં પહેલાં બધા નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. એક સમાચાર ચેનલના અહેવાલ મુજબ કહેવામાં આવે છે કે જેલ સૂત્રોએ જણાવ્યું હતું કે પુણેની યરવડા જેલમાં અજમલ કસાબને ફાંસીએ ચડાવતાં પહેલાં યેને સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી.

અજમલ કસાબને બુધવારે સવારે 7.30 વાગે અજમલ કસાબને યરવડા કેન્દ્રીય જેલમાં ફાંસી આપવામાં આવી છે. અજમલ કસાબને મુંબઇ પર થયેલા ક્રુર હુમલાની ચોથી વરસીના ઠીક પાંચ દિવસ પહેલાં ફાંસી આપવામાં આવી છે. મુંબઇ હુમલામાં 166 લોકોના મોત નિપજ્યાં હતાં.

English summary
Although the government is yet to give out details about the last moments before 26/11 terrorist Ajmal Kasab was hanged to death at 7.30 am, some information has trickled out via the media.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X