For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

U.P Budget:219 નવી યોજનાઓ માટે 7787 કરોડ રૂપિયા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

akhilesh-yadav
લખનઉ, 19 ફેબ્રુઆરી: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે આજે રાજ્ય વિધાનસભામાં નાણાંકીય વર્ષ 2013-14 માટે બે લાખ 21 હજાર 201-19 કરોડનું બજેટ રજૂ કર્યું. બજેટ ગત બજેટની તુલનામાં 10.5 ટકા વધારે છે અને મુખ્યમંત્રીએ પ્રદેશના વિકાસને ગતિ આપવા માટે 7787.80 કરોડ રૂપિયાની રકમથી 219 નવી યોજનાઓની શરૂઆત કરવાની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રીએ વિધાનસભામાં આપેલા બજેટ ભાષણમાં યુવકો, ખેડૂતો, અલ્પસંખ્યકો, વિદ્યાર્થીઓ, બાળકીઓ તથા રિકશા ચાલકોના કલ્યાણ માટે પોતાની સરકારની પ્રાથમિકતા યાદીમાં સર્વોચ્ચ ગણાવતાં કહ્યું હતું કે આ વર્ગો માટે બજેટમાં યોગ્ય જોગવાઈ કરવામાં આવી છે.

તેમને 12મી પંચવર્ષિય યોજનામાં કૃષિના લક્ષ્યાંકિત દરને 4.9 ટકા રાખતાં આગામી નાણાંકીય વર્ષમાં કૃષિ અને સંબંધિત સેવાઓ માટે 17174 કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે, જ્યારે આ દરમિયાન પ્રદેશમાં સરેરાશ 8.5 ટકાના વિકાસ દર પ્રાપ્ત કરવાનો લક્ષ્ય રાખ્યો છે અને તેના માટે પ્રસ્તાવિત બજેટમાં 26641 કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે, જે નાણાંકીય વર્ષ 2012-13 ના મુકાબલે 25 ટકા વધારે છે.

અખિલેશ યાદવે સદનને જણાવ્યું હતું કે શિક્ષાના વિસ્તાર અને ગુણવત્તામાં સુધારો લાવવા માટે પ્રસ્તાવિત બજેટમાં 32886 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે દાકતરી, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ ક્ષેત્ર માટે 10645 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે, જે નાણાંકીય વર્ષ 2012-13ની તુલનામાં 12.1 ટકા વધારે છે.

English summary
Uttar Pradesh chief minister Akhilesh Yadav has presented populist budget keeping Lok Sabha elections in his mind.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X