ભારે હિમવર્ષાને પગલે હિમાચલ-શ્રીનગરમાં બર્ફીલા તોફાનનું એલર્ટ

Subscribe to Oneindia News

પહાડો પર થઇ રહેલી હિમવર્ષા સાથે સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. ભારે હિમવર્ષાને વચ્ચે પહાડો પર બર્ફીલા તોફાનનું એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. હિમાચલ અને શ્રીનગરના ઘણા વિસ્તારોમાં હવામાન વિભાગે ચેતવણી આપી છે તેમજ મેદાનોમાં આગામી 24 કલાક સુધી વરસાદ થવાની સંભાવના વ્યકત કરી છે.

alert

હિમાચલ પ્રદેશના પર્યટન સ્થળો સિમલા, મનાલી અને ડેલહાઉસીમાં આખી રાત થયેલી હિમવર્ષા બાદ અન્ય વિસ્તારોથી સંપર્ક તૂટી ગયો છે. સિમલા અને મનાલીમાં વૃક્ષ પડી જવાને કારણે વીજળીની લાઇનો ક્ષતિગ્રસ્ત થઇ છે જેના કારણે વીજળી આપૂર્તિ પણ ખોરવાઇ છે. વળી ધર્મશાલા, પાલમપુર, સોલન, નાહન, બિલાસપુર, ઉના, હમીરપુર અને મંડી સહિત રાજ્યના ઘણા નીચલા વિસ્તારમાં વરસાદ થઇ હતી.

પહાડો પરના વરસાદની અસર મેદાની વિસ્તારમાં પણ

પહાડો પર થનારા વરસાદની અસર મેદાની વિસ્તારમાં પણ થઇ છે. આના કારણે દેલ્હી-એનસીઆર અનેયુપીના કેટલાક વિસ્તારમાં શનિવારે વરસાદ થયો હતો. જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે અને ઠંડી વધી ગઇ છે.

ઉત્તરાખંડના પણ ઘણા વિસ્તારમાં સ્નોફોલ અને વરસાદ

ઉત્તરાખંડના પણ ઘણા વિસ્તારોમાં પણ સ્નોફોલ અને વરસાદ થયો છે. જો કે હિમવર્ષાને કારણે એક તરફ સહેલાણીઓને ખુશ થઇ ગયા છે પરંતુ જનજીવન પ્રભાવિત થયુ છે.

English summary
Along with heavy snow in Himachal and Uttarakhand, temperatures dropped lower in Uttar Pradesh and the adjoining NCR region due to rainfall at some places.
Please Wait while comments are loading...