For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમરનાથ યાત્રા : બાબા બર્ફાનીના દર્શન માટે પહેલું દળ રવાના

|
Google Oneindia Gujarati News

જમ્મૂ, 27 જૂન : પવિત્ર અમરનાથ ગુફાની યાત્રા માટે સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. આ ભારે સુરક્ષાને વચ્ચે 3153 યાત્રાળુઓનો પહેલો જથ્થો આજે અત્રેથી બાબા બર્ફાનીના દર્શન માટે રવાના થઇ ગયો છે.

પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે સવારે 3153 યાત્રાળુનો જથ્થો પવિત્ર ગુફાના દર્શન માટે ભગવતી નાગરથ આધાર શિવિરના યાત્રી નિવાસથી પહલગામ અને બાલતાલના રસ્તાથી જવા માટે રવાના થઇ ગયો છે.

જમ્મૂ-કાશ્મીરના પ્રવાસનમંત્રી જી.એ.મીર અને ભારતીય જનતા પાર્ટીના નેતા અશોક ખજુરિયાએ પહેલા જથ્થાને લીલી ઝંડી બતાવીને રવાના કરી દીધું છે. યાત્રી રાજ્ય પરિવહન નિગમની 73 બસો અને 21 હળવા પરિવહનોમાં સવાર થઇને અમરનાથ માટે નીકળ્યા. યાત્રાળુ માટે પહેલી બસ સવારે પાંચ વાગ્યાને 35 મિનિટ અને છેલ્લી બસ છ વાગીને 16 મિનિટ પર રવાના થાય છે.

યાત્રાળુઓની સાથે સુરક્ષાદળના જવાન અને ડોક્ટરોની એક ટીમને પણ મોકલવામાં આવી છે. યાત્રા પર આતંકી હુમલાની સંભાવવાનાને ધ્યાનમાં રાખતા સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

Amarnath Yatra
Amarnath Yatra
Amarnath Yatra
Amarnath Yatra
Amarnath Yatra
Amarnath Yatra

English summary
The first batch of over 3153 pilgrims on Thursday left for the holy cave shrine of Amarnath in south Kashmir Himalayas amidst tight security from Jammu, an official said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X