For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ વર્ષે નરેન્દ્ર મોદી બનશે અમેરિકાના વેલેન્ટાઇન!

|
Google Oneindia Gujarati News

[અજય મોહન] નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી: 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે. આ વર્ષનો વેલેન્ટાઇન્સ ડે અમેરિકા અને ભારત બંને માટે ખાસ બની રહેવાનો છે, કારણ કે તેણે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને પોતાના વેલેન્ટાઇન બનાવવાનો નિર્ણય લીધો છે. અમેરિકાએ ભારતમાં પોતાની રાજદૂત નેન્સી પોવેલને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળવાની પરવાનગી આપી દીધી છે.

14 અથવા 15 ફેબ્રુઆરીના રોજ અમેરિકાની રાજદૂત પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય પહોંચશે. હાથોમાં બૂકે હશે અને ત્યાર બાદ લાંબી મુલાકાત ચાલશે. આ મુલાકાત માત્ર ભાજપ માટે મહત્વની નથી, પરંતુ કોંગ્રેસની પણ નજર આ મુલાકાત પર રહેશે. ખબર છે કે આ મુલાકાત અમેરિકાની એ પહેલ હેઠળ થશે, જે અંતર્ગત મોદીને અમેરિકન વિઝા એનાયત કરવામાં આવશે.

નોંધનીય છે કે ગુજરાત રમખાણો બાદથી અમેરિકાએ નરેન્દ્ર મોદીને વિઝા આપવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યારબાદથી આ મુદ્દો ઘણી વખત ચર્ચાનો વિષય બન્યો, પરંતુ મોદીએ ક્યારેય પણ પોતાના ભાષણોમાં અમેરિકાના આ પગલાનો નરેન્દ્ર મોદીએ ક્યારેય નથી વિરોધ કર્યો કે નથી સ્વાગત કર્યું. મોદી હંમેશા આ મુદ્દા પર મૌન રહ્યા છે. ખાસ વાત એ છે કે નરેન્દ્ર મોદીએ ક્યારેય પણ અમેરિકા જવાની ઇચ્છા વ્યક્ત પણ નથી કરી. હા વિરોધી દળોને આ મુદ્દા પર મીઠું ભભરાવતા ઘણી વખત જોવામાં આવ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે નેન્સી સાથે મુલાકાત બાદ વિઝા પર પ્રતિબંધ હટી જશે. જો એવું બન્યું તો સૌથી પહેલા આ નિર્ણયનું સ્વાગત વડાપ્રધાન મનમોહન સિંહે કરવો જોઇએ, કારણ કે દેશના એક મુખ્યમંત્રી પરથી વિઝા પ્રતિબંધ હટી જશે. પરંતુ અફસોસ કે વડાપ્રધાન પીએમઓ તરફથી આની પર કોઇ પણ પ્રકારની ટિપ્પણી આવી નથી. જોકે એમાં કોઇ શંકા નથી કે ભાજપ આ મુદ્દાને લોકસભા ચૂંટણીમાં ઊછાળવાની કોશીશ કરશો.

narendra modi
અમેરિકાએ શા માટે કર્યો આ નિર્ણય:
હાલમાં જ બ્રિટેને પણ મોદીની ઉપર લગાવેલા 10 વર્ષના પ્રતિબંધને હટાવી દીધું હતું, જ્યારે તેમના રાજદૂતે મોદી સાથે 50 મિનિટ સુધી મુલાકત કરી હતી. બાદમાં મોદીએ યૂરોપિયન યૂનિયનના રાજદૂતોના એક સમૂહ સાથે મુલાકાત પણ કરી હતી.

જો આપ એવું વિચારી રહ્યા હોવ કે અમેરિકાએ આ પગલું એટલા માટે ભર્યું છે, કારણ કે મોદી વડાપ્રધાન પદની ચૂંટણી લડવા જઇ રહ્યા છે. આર્થિક જાણકારોની માનીએ તો અમેરિકા કોઇ પણ કાર્ય ફાયદા વગર કરતું નથી. જોકે ગુજરાત ઉદ્યોગના ક્ષેત્રે ખૂબ જ ઝડપથી આગળ વધી ચૂક્યું છે. જેના પગલે ચીન અને જાપાને કાયદેસર નરેન્દ્ર મોદીને ઉચ્ચસ્તરીય પ્રોટોકોલ અંતર્ગત આમંત્રિત કરવામાં આવ્યા.

જુલાઇ 2012માં જાપાન યાત્રા દરમિયાન નરેન્દ્ર મોદી કેબિનેટ રેંકના મંત્રીને આપવામાં આવેલા પ્રોટોકોલ આપવામાં આવ્યું. તે દરમિયાન મોદીએ જાપાની કંપનીઓ સાથે પણ મુલાકાત કરી, જેમાં અમદાવાદ-સુરત-મુંબઇ-પૂણે રૂટ પર બુલેટ ટ્રેન ચલાવવા અને ગુજરાતમાં જાપાની ઇન઼્સ્ટ્રીયલ પાર્ક બનવા પર ચર્ચા થઇ. આ ઉપરાંત ઘણા બીજા ઔદ્યોગિક સંબંધો પર ચર્ચા થઇ, એમઓયૂ સાઇ થયા અને કામ આગળ વધ્યું. આ પહેલા નવેમ્બર 2011માં મોદી ચીનની યાત્રા પર ગયા. ત્યાં ઇફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ઓટોમોબાઇલ, એન્જિનિયરિંગ, બંદરગાહ વિકાસ થતા સૂચના પ્રોદ્યોગિકીના ક્ષેત્રમાં સહયોગ પર એમઓયૂ સાઇન થયા.

હવે એવા જ એમઓયૂ પર અમેરિકાની પણ નજર છે. અમેરિકાને સારી રીતે ખબર છે કે જો મોદી વડાપ્રધાન બની ગયા, તો ભારત અને અમેરિકાની સાથે થનારી આર્થિક લેવળ દેવળમાં પરિવર્તન ચોક્કસપણે આવશે, અને તેના માટે અમેરિકાએ મોદીને પોતાનો વેલેન્ટાઇન પસંદ કર્યા છે.

English summary
This year United States of America (USA) has chosen Narendra Modi as it's Valentine. Meeting of US envoy Nancy Powel and Modi showing that US is now getting attracted towards its new Valentine.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X