For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વ કુસ્તીમાં અમિતે ભારતને અપાવ્યું રજત પદક, મોદીએ પાઠવી શુભેચ્છા

|
Google Oneindia Gujarati News

બુડાપેસ્ટ, 17 સપ્ટેમ્બર : એશિયાઇ ચેમ્પિયન અમિત કુમારે અત્રે રમાઇ રહેલી વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતને રજત પદક અપાવ્યું છે. અમિત 55 કિલોગ્રામ ભાર વર્ગના ફાઇનલમાં પહોંચ્યા હતા પરંતુ તેઓ ઇરાનના હાસન રહિમીના હાથે હારી ગયા. અમિતે ભારતને વિશ્વ ચેમ્પિયનશિપમાં કૂલ આઠમો અને બીજો રજત પદક અપાવ્યો છે.

amitkumar
લંડન ઓલિમ્પિકમાં રજત પદક જીતનાર સુશીલ કુમારે ફિટનેસ કારણોથી મુકાબલામાં નહી ઉતર્યા બાદ મળેલી નિરાશાને દૂર કરતા અમિતે ભારતીય જૂથમાં ખુશીઓ ભરી દીધી. અમિતે સોમવારે સેમિફાઇનલમાં તુર્કીના સેજાર અગ્કુલને માત આપી પોતાને માટે ઓછામાં ઓછું રજત પદક પાક્કુ કરી લીધું. અમિત કુમારના આ વિજય પર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરતા અમિત કુમારને અભિનંદન પણ પાઠવ્યા છે.

ભારતે આ પહેલા પુરુષ વર્ગમાં વિશ્વ ચેમ્પિયનશિપમાં 2010માં પદક હાસિલ કર્યું હતું. એ વર્ષે સુશીલે સુવર્ણ પદક જીત્યું હતું. અમિત ઉપરાંત અન્ય ભારતીય-અરૂણ કુમાર (66 કિલોગ્રામ) અને સત્યવ્રત કાદિયાન (96 કિલોગ્રામ) કઇ ખાસ ના કરી શક્યા અને ટૂર્ના મેન્ટમાંથી બહાર થઇ ગયા.

સુશીલના મુકાબલામાં નહીં ઉતર્યા બાદ તેમના સ્થાન પર અરુણ કુમારે 66 કિલોગ્રામ વર્ગમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું પરંતુ તેઓ પહેલા જ રાઉન્ડમાં બહાર થઇ ગયા.

English summary
Asian Champion Amit Kumar settled for silver after going down narrowly in the final of the 55kg category on the opening day of World Wrestling Championships here on Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X