For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

VIDEO: મિઝોરમ પહોંચેલા અમિત શાહ હેલીકોપ્ટરમાંથી ઉતરતી વખતે પડ્યા

મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં પ્રતાર માટે પહોંચેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હેલીકોપ્ટરમાંથી ઉતરતી વખતે લપસી જવાના કારણે પડી ગયા.

|
Google Oneindia Gujarati News

મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં પ્રતાર માટે પહોંચેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હેલીકોપ્ટરમાંથી ઉતરતી વખતે લપસી જવાના કારણે પડી ગયા. દૂર્ઘટના એ સમયે બની જ્યારે અમિત શાહ પશ્ચિમ ટુઈપુઈ વિધાનસભા ક્ષેત્રમાં પહોંચ્યા હતા. આ દરમિયાન હેલીકોપ્ટરથી ઉતરતી વખતે અચાનક જ તેમનો પગ લપસી જવાના કારણે તેઓ જમીન પર પડી ગયા. મિઝોરમમાં 28 નવેમ્બરના રોજ વિધાનસભા ચૂંટણી છે જેમાં ભાજપ મજબૂત દાવેદારી રજૂ કરવાની કવાયતમાં જોતરાયેલી છે. આ જ કારણ છે કે ભાજપ અધ્યક્ષ અમિત શાહ પોતે મોરચો સંભાળીને મિઝોરમનો પ્રવાસ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ દુનિયામાં સૌથી ઓછી રજાઓ લે છે ભારતીય, કામનો બોજ સૌથી મોટુ કારણઆ પણ વાંચોઃ દુનિયામાં સૌથી ઓછી રજાઓ લે છે ભારતીય, કામનો બોજ સૌથી મોટુ કારણ

પશ્ચિમ ટુઈપુઈ વિધાનસભા ક્ષેત્રમાં બની દૂર્ઘટના

પશ્ચિમ ટુઈપુઈ વિધાનસભા ક્ષેત્રમાં બની દૂર્ઘટના

મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં જ્યાં કોંગ્રેસ સહિત બધા પક્ષો ચૂંટણી પ્રચારમાં જોડાયેલા છે. ભાજપ પણ આ ચૂંટણીમાં પોતાની મજબૂત દાવેદારીની કવાયત કરી રહ્યુ છે. આ જ કારણ છે કે શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મિઝોરમ ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા. તેમણે કોંગ્રેસ પર હુમલો કર્યો. પીએમ મોદી સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ મિઝોરમ પર પોતાની નજર રાખી રહ્યા છે. તેમણે મિઝોરમનો પ્રવાસ પણ કર્યો. જો કે અમિત શાહના પ્રવાસ દરમિયાન એક દૂર્ઘટના બની ગઈ. તેઓ પશ્ચિમ ટુઈપુઈ વિધાનસભા ક્ષેત્રમાં હેલોકોપ્ટરમાંથી ઉતરતી વખતે જમીન પર પડી ગયા.

હેલીકોપ્ટરમાંથી ઉતરતી વખતે લપસી ગયો પગ

હેલીકોપ્ટરમાંથી ઉતરતી વખતે લપસી ગયો પગ

અમિત શાહનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સતત શેર થઈ રહેલા આ વીડિયોમાં અમિત શાહ હેલીકોપ્ટરમાંથી ઉતરતી વખતે લપસી જવાના કારણે જમીન પર પડી ગયા. જો કે પડી ગયા બાદ ત્યાં સુરક્ષામાં તૈનાત કર્મચારીઓએ તરત જ તેમને ઉઠાવવાની કોશિશ કરી. આ દરમિયાન તેમને ઈજા થઈ નથી અને તે જાતે ચાલીને રેલીના સ્થળે પહોંચી ગયા.

મિઝોરમમાં મજબૂત દાવેદારીની તૈયારીમાં ભાજપ

મિઝોરમમાં મજબૂત દાવેદારીની તૈયારીમાં ભાજપ

ટુઈપુઈ વિધાનસભા ક્ષેત્ર મિઝોરમનો એક પછાત વિસ્તાર માનવામાં આવે છે. આ વિસ્તાર ચકમા જનજાતિનો ગઢ માનવામાં આવે છે. ભાજપની મિઝારમ ચૂંટણીમાં વધુ ઉપસ્થિતિ નથી પરંતુ આ વખતે પાર્ટી રાજ્યમાં પોતાની દાવેદારી મજબૂત કરવાની કવાયતમાં જોડાઈ છે. તમને જણાવી દઈએ કે મિઝોરમની 40 વિધાનસભા સીટો પર 28 નવેમ્બરે મતદાન થશે. મતગણતરી 11 ડિસેમ્બરે યોજાશે. મિઝોરમ પૂર્વોત્તરનું એકમાત્ર રાજ્ય છે જ્યાં કોંગ્રેસનું શાસન છે.

આ પણ વાંચોઃ 2019 પહેલા બીજો એક મોટો સર્વે, ભાજપ માટે 'ચિંતાના સમાચાર'આ પણ વાંચોઃ 2019 પહેલા બીજો એક મોટો સર્વે, ભાજપ માટે 'ચિંતાના સમાચાર'

English summary
Amit Shah accidentally falls from chopper during elections campaign in mizoram
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X