દશેરા રેલીમાં ભાગવતે કેમ છેડ્યો રામ રાગ, આ છે કારણ
દશેરા રેલીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહિન ભાગવતે કહ્યુ કે રામ મંદિર બનવુ જરૂરી છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટી ઘણા સમયથી અયોધ્યામાં રામ મંદિર બનાવવાનું સમર્થન કરતા આવ્યા છે. ભાજપ પોતાના ચૂંટણી ઘોષણાપત્રમાં પણ આને શામેલ કરતી આવી છે. જો કે એવુ જોવામાં આવ્યુ છે કે ભાજપના સત્તામાં હોવા પર પાર્ટી અને તેની સાથે જોડાયેલા સંગઠન લગભગ આ મુદ્દે નરમ વલણ અપનાવી લે છે. મોહન ભાગવતે આ મુદ્દે ઘણુ આક્રમક વલણ બતાવ્યુ છે. દશેરા રેલીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહિન ભાગવતે કહ્યુ કે રામ મંદિર બનવુ જરૂરી છે. એના માટે કોઈ પણ રીતે રસ્તો કાઢવામાં આવે. સરકારે આના માટે કાયદો બનાવવો જોઈએ. ભાગવતના આ વલણના ઘણા અર્થ નીકળે છે.

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી
સુપ્રીમ કોર્ટમાં 29 ઓક્ટોબરથી રામ મંદિર-બાબરી મસ્જિદ સંપત્તિ વિવાદ પર સુનાવણી શરૂ થઈ રહી છે. આ પહેલા પ્રમુખ મોહન ભાગવતે રામમંદિર નિર્માણ અંગે જે રીતે તેવર બતાવ્યા છે કે તેને આ વર્ષના અંતમાં યોજાનારા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં ફાયદાની કોશિશ તરીકે પણ જોવામાં આવી શકે છે. ડિસેમ્બરમાં રાજસ્થાન, તેલંગાના અને મધ્યપ્રદેશ જેવા મોટા રાજ્યોમાં ચૂંટણી છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી ખૂબ જ સમર્થન ગઈ લોકસભા અને વિધાનસભામાં ભાજપને મળ્યુ હતુ. વિશ્લેષકોનું માનવુ છે કે ભાજપના પક્ષમાં ગઈ ચૂંટણી જેવો માહોલ નથી. એન્ટી ઈન્કમબન્સીનો ભાજપને સામનો કરવો પડી રહ્યો છે તો ખેડૂતો અને વેપારીઓના મુદ્દા પર પણ પાર્ટી ઘેરાતી જોવા મળી રહી છે. રામ મંદિરના મામલે હવા આપીને બીજા મુદ્દાઓને પાછળ રાખવા અને પોતાને આ મુદ્દે વધુ પ્રતિબદ્ધ બતાવવા તેવી આરએસએસ અને ભાજપની કોશિશ હોઈ શકે છે.

લોકસભા ચૂંટણી પર નજર
વર્ષના અંતમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના શોરબકોરમાં આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચર્ચા ઓછી છે પરંતુ તે હકીકત છે કે રાજકીય દળોએ લોકસભા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપની સરકાર એક તરફ મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર ઘેરાયેલી છે તો વળી, રામ મંદિર જેવા મુદ્દાઓ પર પણ વિપક્ષ તેમને માત્ર રાજકારણ કરવાની વાત કરી રહ્યુ છે. એવામાં અત્યારથી વલણને ભાજપ માટે કરવામાં આવે. એટલા માટે ભાગવતે સુપ્રીમ કોર્ટની સુનાવણીથી અલગ આ મુદ્દા પર આવી આક્રમકતા બતાવી છે.

નરમ વલણથી હિંદુ મતદારોમાં નારાજગી
2014 માં ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીએ ઘણા વચનો આપ્યા હતા. એક તરફ વિકાસની વાત હતી તો બીજી તરફ હિંદુત્વનો પણ સહારો હતો. ભાજપના લોકો પણ એ માને છે કે રામ મંદિર જેવા મામલે નરમ વલણથી હિંદુત્વના નામે તેમને મળનારા મત જઈ શકે છે. એવામાં આ મુદ્દે આક્રમકતા, તે મતોને રોકવાની કોશિશ હોઈ શકે જેમણે ભાજપને હિંદુત્વના મુદ્દે મત આપ્યા. આક્રમક વલણથી મતદારોની નારાજગી ઘટાડવાની આ એક કોશિશ છે.

સંત સમાજ અને કટ્ટર હિંદુ સમાજને સાધવાની કોશિશ
રામ મંદિર અંગે છેલ્લા કેટલાક સમાજથી સંતોનો પણ અવાજ ઉઠી રહ્યો છે. હાલમાં જ વિહિપે સંતોની એક મોટી બેઠક બોલાવી અને તેમાં રામ મંદિર બનાવવા માટે પ્રસ્તાવ પાસ કર્યો. પ્રવીણ તોગડિયાએ પણ હાલમાં જ આ મુદ્દે ઘણુ કડક વલણ બતાવ્યુ છે. કટ્ટર હિંદુઓના એક વર્ગે પણ સરકારના નરમ વલણ પર ટીકા કરી છે. ભાગવતના નિવેદનને પણ આ બધાને સાધવાની કોશિશ તરીકે જોઈ શકાય છે.

સરકાર અને કેડરને સંદેશ
હાલના સમયમાં આરએસએસ અને ભાજપના કેડર જે મુદ્દાઓ પર અસહજ દેખાયા છે તેમાં રાફેલ અને મોંઘવારી જેવા મામલા છે. સાથે જ ખેડૂત પણ સતત આંદોલન કરી રહ્યા છે. વળી, હિંદુત્વના મુદ્દા પર પણ તે થોડા બેકફૂટ પર જ છે. ભાજપની જીતમાં આરએસએસ કેડરની ભૂમિકા રહે છે. તેમના ઉત્સાહપૂર્વક ચૂંટણીમાં ન જવાની મોટી અસર ભાજપના ચૂંટણી પરિણામ પર પડી શકે છે. એવામાં પોતાના કેડરને પણ ભાગવતે સંદેશ આપ્યો છે કે તે આક્રમકતા સાથે રામ મંદિર અને હિંદુત્વના મુદ્દે ચૂંટણીમાં જાય.
-
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
