For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલને અણ્ણાનું સમર્થન, કાનૂની તપાસ થવી જોઇએ

|
Google Oneindia Gujarati News

anna hazare
નવી દિલ્હી, 10 નવેમ્બર: સામાજિક કાર્યકર્તા અણ્ણા હઝારે શુક્રવારે પોતાના પૂર્વ સહયોગી અરવિંદ કેજરીવાલના સમર્થનમાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે જે લોકો પર વિદેશી બેન્કોમાં ખાતામાં કાળું નાણું હોવાના આરોપ લાગેલા છે તેમની સામે કાનૂની પગલા ભરાવા જોઇએ.

અણ્ણાએ જણાવ્યું હતું કે એ ખરાબ વાત છે કે સરકાર નાના લોકોને નિશાના પર લઇ રહી છે, પરંતુ મોટા લોકોની સામે કઇ નથી કરતી. અણ્ણાએ જણાવ્યું કે આ મામલે માત્ર સરકારી તપાસ નહીં પરંતુ કાનૂની તપાસ થવી જોઇએ. ઉલ્લેખનીય છે કે અણ્ણા હજારે આજે દિલ્લી ખાતે પાતાની નવી પાર્ટી સાથે મીટીંગ કરશે. જેમાં કિરણ બેદી અને મેધા પાટકર જેવા કાર્યકરોની હાજરી રહેશે.

<strong>કેજરીવાલે શુક્રવારે ફોડ્યો હતો ચોથો બોમ્બ</strong>કેજરીવાલે શુક્રવારે ફોડ્યો હતો ચોથો બોમ્બ

કેજરીવાલે શુક્રવારે ચોથો અણુબોમ્બ ફોડી વિદેશમાં ભારતીય ઉદ્યોગપતિઓના કાળા નાણાંની માહિતી છતી કરી હતી. જેને અણ્ણા હઝારેએ સમર્થન આપ્યુ હતું. કોનું કેટલું કાળું નાણું વિદેશી બેન્કમાં છે તેની માહિતી આ પ્રમાણે છે.

મુકેશ અંબાણી - 100 કરોડ રૂપિયા
અનિલ અંબાણી - 100 કરોડ રૂપિયા
મોર્ટેક્સ સોફ્ટવેર પ્રા.લિ. - 2100 કરોડ રૂપિયા
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. - 500 કરોડ રૂપિયા
સંદીપ ટંડન - 125 કરોડ (ઇન્કમ ટેક્સના અધિકારી હતા) રૂપિયા
અનુ સંદીપ ટંડન - 125 કરોડ (ઉનાવથી કોંગ્રેસના એમપી છે) રૂપિયા
કોકિલા ધીરુભાઇ અંબાણી - ડિસે. 2012માં કોઇ બેલેન્સ નહીં
નરેશ કુમાર ગોયલ - 80 કરોડ રૂપિયા
આનંદ, રતન, પ્રદીપ ચંદન - ડાબર ફેમિલી
બિરલા ફેમિલીની પણ રકમ

English summary
anti-corruption activist and mentor of Kejriwal Anna Hazare came into his support on Friday and has demanded for a judicial probe against those who faced charges of having stashed black money in banks abroad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X