અણ્ણા હઝારેએ અરવિંદ કેજરીવાલથી અંતર વધાર્યું

અત્યાર સુધી અણ્ણા હઝારેના નેતૃત્વવાળા આંદોલનનું મુખ્યાલય દિલ્હી હતું. આ આંદોલન ઇન્ડિયા અગેનસ્ટ કરપ્શનના બેનર હેઠળ ચાલી રહી હતી, જેનું સંચાલન અરવિંદ કેઝરીવાલના હાથમાં હોવાનું માનવામાં આવે છે.
છેલ્લા ત્રણ દિવસોમાં અણ્ણા હઝારેએ બીજી વખત ભષ્ટ્રાચાર વિરોધી આંદોલનને લઇને ટિપ્પણી કરી છે. આ ટીપ્પણીને ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે અણ્ણાએ આંદોલનમાં જોડાવવાની ઇચ્છા ધરાવતા લોકોને પોતાના સંપર્ક સ્થળ રાલેગણ સિદ્ધિમાં ચાલી રહેલા ભષ્ટ્રાચાર વિરોધી જન આંદોલનમાં જોડાવવાનું આહવાન આપ્યું છે.
અણ્ણા હઝારે બ્લોગમાં કહ્યું છે કે શાસકપક્ષ અને વિપક્ષી દળો ભષ્ટ્રાચારને દૂર કરવા બાબતે જરાપણ ગંભીર નથી. હાલમાં દાનને લઇ થયેલા ખુલાસામાં દાન આપનારાઓને લઇને જાણકારી અસ્પષ્ટ છે.












Click it and Unblock the Notifications
